SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬. પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ બીજા આચાર્યો સંસારથી વૈરાગ્યભાવને સંવેગ કહે છે અને મોક્ષની ઇચ્છાને નિર્વેદ જણાવે છે. આ પ્રમાણે આ બંનેના અર્થની વિપરીતતા છે. (૪) અનુકંપા - દુઃખી જીવના દુઃખને નિષ્પક્ષપણે દૂર કરવાની જે ઇચ્છા તે અનુકંપા. પક્ષપાતપણે પોતાના પુત્ર વગેરેના દુઃખને દૂર કરવાની દયા તે વાઘ વગેરેને પણ હોય છે, તે અનુકંપ ન કહેવાય. તે અનુકંપા દ્રવ્યથી અને ભાવથી -એમ બે પ્રકારે છે. છતી શક્તિએ દુઃખનો પ્રતિકાર કર, તે દ્રવ્યથી દયા અને આ એટલે કમળ-કુણા હદયપૂર્વક દુઃખનો પ્રતિકાર તે ભાવથી દયા છે. (૫) આસ્તિક્ય :- વિદ્યમાનપણની બુદ્ધિ જેને હોય તે આસ્તિક. તે આસ્તિકનો જે ભાવ અથવા કર્મ, તે આરિતક્ય. બીજા ધર્મોનું તત્ત્વ સાંભળવા છતાં પણ જિનકથિત તત્ત્વને નિરાકાંક્ષભાવે જે સ્વીકાર કરે તે આસ્તિકતા. આ ઉપશમ વિગેરે પાંચ સમ્યહત્વના લક્ષણે છે. આ લક્ષણેથી બીજામાં રહેલ પરોક્ષ એવું સમ્યકત્વ પણ સારી રીતે જાણી શકાય છે. (૯૩૬) છ જયણ - नोअन्नतित्थिए अन्नतिथिदेवे य तह सदेवेऽवि ॥ गहिए कुतित्थिएहिं वदामि न वा नमसामि ॥ ९३७ ॥ नेव अणालत्तो आलवेमि नो संलवेमि तह तेसिं । देमि न असणाईयं पेसेमि न गंधपुप्फाइ ॥ ९३८ ॥ અન્યતિથી એટલે અન્યધમીને, અન્યધામના દેવને તથા અન્યધમીએ લીધેલા સુદેવને હું વંદન કરું નહીં; નમું નહીં. કુતીર્થીએ પહેલા બોલાવ્યા વગર તેઓને બોલાવું નહીં કે બોલુ નહીં તથા તેમને અનાદિ આહાર આપું નહી તેમજ ગધ-૫૫ વિગેરે મેકવું નહીં. અન્યતીર્થિક એટલે પરધર્મી પરિવ્રાજક, ભિક્ષુક, બૌદ્ધ વિગેરેને તેમજ અન્યતીર્થિક દેવ એટલે મિથ્યાત્વીદેવ શંકર, વિષ્ણુ, બૌદ્ધ વિગેરેને તથા સ્વદેવો એટલે અરિહંત પ્રતિમારૂપ સુદેવોની પ્રતિમાને, કુતીર્થિકે એટલે દિગંબર વિગેરે એ ગ્રહણ કરેલ અથવા બૌદ્ધ વિગેરે મિથ્યાત્વીઓએ ગ્રહણ કરેલ મહાકાલ વિગેરેને મસ્તક નમાવવા રૂ૫ વંદન કરું નહીં. પ્રણમપૂર્વક મધુર દવનિથી ગુણગાન કરવારૂપ નમસ્કાર કરું નહીં, કારણ કે તેમ કરવાથી તેના ભક્તોના મિથ્યાવાદિનું સ્થિરીકરણ થાય છે. તથા અન્ય તીર્થિકે પહેલા બેલાવ્યા વગર તેઓની સાથે એકવાર બેલારૂપ આલાપન કરું નહીં અને વારંવાર બેલવા રૂપ સંલાપન કરું નહીં. “” ઉપસર્ગ ઈષદ અર્થમાં લેવાથી કંઈક બોલવું તે આલાપન કહેવાય અને વારંવાર બોલવું તે સંલાપન કહેવાય.”
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy