SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૨ પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ ૧. અરિહંત, ર. સિદ્ધ, ૩. ચિત્ય, ૪. શ્રત, ૫. ધર્મ, ૬. સાધુવર્ગ, ૭. આચાર્ય, ૮. ઉપાધ્યાય, ૯. પ્રવચન ૧૦, દશન- આ દશની ભક્તિ, પૂજા, ગુણેદભાવન, અવર્ણવાદ એટલે નિંદાને ત્યાગ અને આશાતના ત્યાગ, આ સંક્ષેપથી દર્શનવિનય છે. ૧. અહત એટલે તીર્થકર, ૨. આઠ કર્મથી મુક્ત સિદ્ધ, ૩. જિનેશ્વરની પ્રતિમા રૂપ ચિત્ય, ૪. આચારાંગ વગેરે આગમરૂપ શ્રુતજ્ઞાન, ૫. ક્ષમા વગેરે દશ પ્રકારનો યતિધર્મ, ૬. શ્રમણ સમુદાયરૂપ સાધુવર્ગ, ૭. આચાર્ય, ૮. ઉપાધ્યાય, ૯. જીવ વગેરે તને કહે તે પ્રવચન એટલે સંઘ ૧૦. દર્શન એટલે સમ્યત્વ, દર્શન અને દર્શનીને અભેદ ભાવે ગણવાથી ઉપચારથી દર્શનવાળા પણ દર્શન કહેવાય છે. આ અરિહંત વગેરે દશ સ્થાનને વિષે (૧) લક્તિ-ભક્તિ એટલે સામે લેવા જવું. આસન આપવું. પર્યું પાસના એટલે સેવા કરવી, હાથ જોડવા. જાય ત્યારે મૂકવા પાછળ જવું વગેરે ભક્તિ કરે. (ર) પૂજા-ગંધ (ધૂપ) માળા, વસ્ત્ર, પાત્ર, આહાર, પાણી આપવા વગેરેથી સત્કારરૂપ પૂજા. (૩) વર્ણવલન–વર્ણ એટલે પ્રશંસા. જવલન એટલે જ્ઞાન વગેરે ગુણોનું પ્રકટીકરણ. પ્રશંસા કરવાપૂર્વક દશે સ્થાનેના ગુણે પ્રકટ કરે તે વર્ષો જવલન, (૪) અવર્ણવાદનો ત્યાગ-નિંદાને ત્યાગ. (૫) આશાતના પરિહાર-મન વચન કાયા વડે પ્રતિકૂળ વર્તનને જે ત્યાગ તે આશાતના પરિહાર. દશ સ્થાનના વિષયરૂપે હોવાથી આ દસ પ્રકારનો દર્શન વિનય છે. આ દર્શનવિનય, સમ્યકત્વની હાજરીમાં હોવાથી સમ્યકત્વ વિનય સંક્ષેપથી જાણ. વિસ્તારથી તે બીજા શાસ્ત્રોથી જાણવો. (૯૩૦-૯૪૧) ત્રણ શુદ્ધિ :मोत्तण जिणं १ मोत्तण जिणमयं २ जिणमयट्ठिए मोत्ते ३ । संसारकच्चवारं चिंतिज्जतं जगं सेसं ॥ ९३२ ॥ ૧. જિન, ર. જિનમત, અને ૩. જિનમતમાં રહેલા સાધુ વગેરે સિવાય આખા જગતને સંસારના કચરારૂપે વિચારે. ૧. જિનેશ્વર વીતરાગ સિવાય, ૨. તથા સ્યાપદ યુક્ત, જિનેશ્વર પ્રણીત યથાવસ્થિત જીવ-અછવાદિ તત્વરૂપ જિનમત–આગમ સિવાય, ૩. અને જિનમતમાં રહેલા એટલે જિનેશ્વરના પ્રવચનને સ્વીકારેલ સાધુ આદિ સિવાય બાકીના એકાંતવાદરૂપ ગ્રહથી પકડાયેલ જગતને સંસારમાં કચરાના ઢગલારૂપ અસાર વિચારે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy