SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ સમ્યકત્વ. જીવને મેક્ષ તરફને અવિરેાધી પ્રશસ્ત જે સ્વભાવ વિશેષ, તે સમ્યક્ત્વ (૨૬-૯૨૭). હવે દરેક લક્ષણે ભેદનું પ્રતિપાદન કરવા માટે પ્રથમ ચાર સદુહણાની વ્યાખ્યા કરે છે. ચાર શ્રદ્ધા – परमत्थसंथवो वा १ सुदिट्ठपरमत्थसेवणा वावि २ । वावन्न ३ कुदंसणवज्जणा य ४ सम्मत्तसद्दहणा ।। ९२८ ॥ (૧) પરમાર્થ સંસ્તવ, (૨) સુદષ્ટ પરમાર્થ સેવન, (૩) વ્યાપન્ન દર્શન વજન, (૪) કુદશન વજન એમ સમ્યક્ત્વ સદ્દહણ ચાર ભેદે છે. ૧. પરમાર્થ સંસ્તવ :- પરમ એટલે તારિવક, અર્થો એટલે જીવ–અજીવ વગેરે પદાર્થો, તેને સંસ્તવ એટલે પરિચય અર્થાત્ બહુમાનપૂર્વક જીવાદિ પદાર્થોના બેધ માટે અભ્યાસ, તે પરમાર્થ સંસ્તવ. (૨) સુદષ્ટ પરમાર્થ સેવન - સુહુ એટલે સમ્યમ્ નીતિપૂર્વક, દષ્ટ એટલે પ્રાપ્ત કર્યા છે (જાણ્યા છે) પરમાર્થ એટલે જીવાદિ પદાર્થો જેણે સારી રીતે. જીવાદિ પદાર્થોને જાણનાર આચાર્ય વગેરેની સેવા, તે સુદyપરમાર્થ સેવન એટલે આચાર્યાદિની યથાશક્તિ વૈયાવચ્ચ કરવી. (૩-૪) વ્યાપન્ન કુદર્શન વર્જન - (૩) વ્યાપન્ન એટલે નાશ પામ્યું છે દર્શન એટલે સમકિત જેમનું એવા નિહ્નવ વગેરે વ્યાપન દર્શન કહેવાય. (૪) કુત્સિત એટલે ખરાબ છે દર્શન જેમનું તે. મિથ્યાત્વી બૌદ્ધ વગેરે કુદર્શન કહેવાય. તે વ્યાપન દર્શન અને કુદર્શન એમ બન્નેનું જે વર્જન એટલે છોડી દેવા તે વ્યાપન્ન દર્શન વર્જન અને કુદર્શન વર્જન કહેવાય. સમ્યફત્વની મલિનતા ન થાય એટલા માટે વ્યાપનદર્શનવાળા અને કુદર્શનવાળાનું વર્જન કર્યું છે. જેના વડે સમ્યકત્વને સ્વીકાર થાય તે સમ્યહત્વ સહયું કહેવાય. પ્રશ્ન - પરમાર્થ સંસ્તવ વગેરે અંગારમઈકાચાર્ય આદિ મિથ્યાત્વીમાં પણ સંભવે છે, તે વ્યભિચાર દોષ ન લાગે? ઉત્તર-ન લાગે. કારણ કે અહીં તાવિક પરમાર્થ સંતવ વગેરેનો અધિકાર છે. અને તે તાત્વિક સહણને તેમને અસંભવ છે. (૨૮) ત્રણ લિંગ – सुस्मुस १ धम्मराओ २ गुरुदेवाणं जहासमाहीए । वेयावच्चे नियमो ३ सम्मदिद्विस्स लिंगाई ॥ ९२९ ॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy