SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૪, ત્રણ સંજ્ઞા ૧૨૫ મન સહિત કરમીયા, કીડા, પતંગીયા વગેરે ત્રસે ચાર પ્રકારે છે તથા મન વગરનાં પૃથ્વીકાય વગેરે જે પાંચ પ્રકારના છે.” (૧) (૨૦-૯૨૧) હવે દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞાના આધારે સંસી–અસંશી કહે છે. सम्मदिट्ठी सन्नी संते नाणे खओवसमिए य । असन्नी मिच्छत्तमि दिद्विवाओवएसेणं ॥ ९२२ ॥ દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા વડે ક્ષાયોપથમિક જ્ઞાન હોય છે, તે સમકદૃષ્ટિ સંજ્ઞી કહેવાય છે અને મિથ્યાત્વમાં અસંશી કહેવાય છે. દષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા વડે ક્ષાપશમિક જ્ઞાની એટલે સમ્યગુદષ્ટિ જ સંજ્ઞી છે. કેમકે સંજ્ઞાન એટલે જાણવું તે સંજ્ઞા. તે સંજ્ઞા-સમ્યગજ્ઞાન યુક્ત હોવાથી સંજ્ઞી કહેવાય. મિથ્યાષ્ટિ તે વિપરીત રૂપે હોવાથી અસંજ્ઞી છે. વાસ્તવિક રીતે તે સમ્યગજ્ઞાન રૂપ સંજ્ઞા રહિત હોવાથી અસંશી છે. જો કે મિથ્યાદ્રષ્ટિ પણ સમ્યગૃષ્ટિની જેમ જ ઘટ વગેરે વસ્તુઓને જાણે છે અને પ્રવૃત્તિ કરે છે, છતાં પણ તે તત્સંબંધી વ્યવહાર માત્રથી તે જ્ઞાન પણ નિશ્ચયથી સ્યાદવાદના આશ્રય વડે અજ્ઞાન જ કહેવાય છે. કારણ કે જ્ઞાનના કારણરૂપ ભુવનગુરુ એટલે તીર્થકર વડે નકકી થયેલ યથાવસ્થિત વસ્તુના સ્વીકારને ક્યારેક અભાવ થતો હોવાથી અજ્ઞાન કહેવાય છે. પ્રશ્ન-જે વિશિષ્ટ સંજ્ઞા યુક્ત હોવાથી સમ્યગૃષ્ટિ સંજ્ઞી રૂપે લેવાય છે, તે પછી ક્ષાપશમિક જ્ઞાનયુક્ત એને શા માટે લે છે? કેમકે તે સંજ્ઞા ક્ષાયિક જ્ઞાનમાં વિશિષ્ટતર પ્રાપ્ત થશેતે પછી તે ક્ષાયિક જ્ઞાનવાળાને જ સંજ્ઞા કેમ સ્વીકારતા નથી ? ઉત્તર-જે ભૂતકાળની યાદ અને ભવિષ્યની જે વિચારણા તે સંજ્ઞા કહેવાય છે. તેવી સંજ્ઞા કેવળજ્ઞાનીઓને હોતી નથી. કેમ કે કેવળીઓને સર્વ પદાર્થો જણાતા હોવાથી યાદ કે વિચારણા હતી નથી. માટે સાયોપથમિક જ્ઞાનવાળા સમ્યગદષ્ટિ જ સંજ્ઞી છે. પ્રશ્ન-ખરેખર તે પહેલા હેતુવાદોપદેશસંજ્ઞા વડે સંજ્ઞીઓ કહેવા જોઈતા હતા કેમકે હેતુવાદોપદેશસંજ્ઞા વડે અલ્પ માલબ્ધિવાળા બેઈદ્રિય વગેરેને સંજ્ઞીરૂપે ગ્રહણ કરવા જોઈતા હતા કારણ કે તેઓનું જ્ઞાન (સંજ્ઞા) અવિશુદ્ધતર છે. તે પછી દીર્ઘકાલોપદેશ સંજ્ઞા વડે સંજ્ઞી લેવા જોઈતા હતા. કેમકે તે હેતુવાદ્યપદેશસંશીઓ કરતા દીર્ઘકાળોપદેશ સંશીઓ મન પર્યાપ્તિ વડે યુક્ત હોવાથી વિશુદ્ધતર છે. તે આ પ્રમાણે ન લેતા વિપરીત (ઊલટી) પ્રરૂપણ કેમ કરી ? ઉત્તર–અહીં આગમમાં દરેક સ્થળે જયાં જ્યાં સંજ્ઞી કે અસંજ્ઞી લેવામાં આવે છે, ત્યાં બધેય પ્રાયઃ કરી દીર્ઘકાલપદેશસંજ્ઞા વડે સંજ્ઞી હોય તે જ લેવાય છે. પણ હેતુવાદ્યપદેશિકી કે દષ્ટિવાદે પદેશિકી સંજ્ઞા વડે સંજ્ઞી નહીં. આ વાત જણાવવા માટે પ્રથમ દીર્ઘકાલે પદેશિકી સંજ્ઞા વડે સંજ્ઞીનું ગ્રહણ કર્યું છે. કહ્યું છે કે
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy