SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ પ્રવચન સારોદ્ધાર ભાગ-૨ આઠ રુચક પ્રદેશના સમભૂતલા ભાગથી ઉપર તરફના છ ખંડમાં એટલે દેઢરાજ લેક પ્રમાણ ક્ષેત્રમાં સૌધર્મદેવલેક અને ઈશાન દેવલેક-એમ બે દેવલેટ છે. તેની ઉપરના ચાર ખંડો એટલે એક રાજલક પ્રમાણ ક્ષેત્રમાં સનસ્ કુમાર અને મહેન્દ્ર એમ બે દેવલોક છે. તે પછી તેના ઉપર દશ ખંડમાં એટલે અઢી રાજકમાં બ્રહ્મલેક, લાંતક, શુક્ર, સહસાર એમ ચાર દેવલોક છે. તે પછીના ચાર ખડે એટલે એક રાજકમાં આણુત, પ્રાકૃત, આરણ, અશ્રુત નામના ચાર દેવલોક છે. તે પછી સર્વોપરી ચાર ખંડોમાં એટલે છેલા રાજલોકમાં નવરૈવેયક તથા વિજ્ય, વૈજયંત, જયંત, અપરાજિત અને સર્વાર્થસિદ્ધ નામના પાંચ અનુત્તર વિમાને તથા સિદ્ધક્ષેત્ર છે. (૯૧૬) હવે રજજુનું સ્વરૂપ કહે છે. सयंभुपुरिमंताओ, अवरंतो जाव रज्जुओ। एएण रज्जुमाणेण, लोगो चउदसरज्जुओ ॥९१७।। સમસ્ત દ્વીપસમુદ્રના છેડે રહેલા સ્વયંભૂરમણ નામના સમુદ્રની પૂર્વવેદિકાના છેડેથી લઈ તે જ સમુદ્રની બીજી એટલે પશ્ચિમ વેદિકાના છેડા સુધીનું જે પ્રમાણુ, તે એક રાજલક પ્રમાણ છે. આ રજજુપ્રમાણ વડે ચૌદ રાજલકની ઊંચાઈ જાણવી. (૧૭) ૧૪૪. ત્રણ સંજ્ઞા सन्नाउ तिनि पढमेऽत्थ दीहकालोवएसिया नाम । तह हेउवायदिट्ठीवाउवएसा तदियराओ ॥ ९१८ ॥ ત્રણ પ્રકારે સંજ્ઞા છે. (૧) દીર્ઘકાલપદેશિકા, (૨) હેતુવાદેપદેશિકા, (૩) દષ્ટિવાદેપદેશિકા. સંપાન, સંજ્ઞા અને જ્ઞાન-એ ત્રણે એક અર્થવાળા છે. તે સંજ્ઞા ત્રણ પ્રકારે છે. આ ત્રણ સંજ્ઞાઓમાં પહેલી સંજ્ઞા દીર્ઘકાલપદેશિકા નામની છે. જે સંજ્ઞા ભૂતકાળ, ભવિષ્યકાળના પદાર્થના વિષને જણાવનાર અથવા કહેનાર હોવાથી તે સંજ્ઞા દીર્ઘકાલપદેશિકા કહેવાય છે. બીજી હેતુવાદોપદેશિકા અને ત્રીજી દષ્ટિવાદેશિક સંજ્ઞા છે. - તેમાં હેતુ કારણ નિમિત્ત વગેરેનું જે કથન તે વાદ. તે વાદ બાબતને જે ઉપદેશ એટલે પ્રરૂપણું જેમાં હોય તે હેતુવાદોપદેશિકા. દષ્ટિ એટલે દર્શન સમ્યકત્વ તેનું જે કથન તે વાદ, દર્શનને જે વાદ તે દષ્ટિવાદ. તે દષ્ટિવાદ બાબતને જે ઉપદેશ એટલે પ્રરૂપણા જેમાં હોય તે દષ્ટિવાદોપદેશિકી.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy