SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૨ પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ ૪. પૃચ્છની – નહીં જાણેલા સંદેહવાળી કેકે પદાર્થને જાણવા માટે તેના જાણકારની પાસે પૂછવું કે આ શી રીતે છે? વગેરે. ૫. પ્રજ્ઞાપની – શિષ્યને ઉપદેશ આપ જેમકે હિંસાથી અટકવાથી છો ભવાંતરમાં દીર્ધાયુષી થાય છે. વગેરે ૬. પ્રત્યાખ્યાની :- માંગનારને નિષેધ (નકારાત્મક) વચન કહેવા તે. ૭. ઈચ્છાનુલોમા :- (અનુમતિ ) જેમ કેઈક કંઈક કામ શરૂ કરતા કેઈકને પૂછે તો તે તેને કહે કે “તમે આ કામ કરે છે તે મને પણ ઈચ્છિત છે માટે કરે. ૮. અનભિગ્રહિતા – જેમાં વાતને (પદાર્થને) વિષય નક્કી ન હોય તે. જેમકે કાંઈક ઘણું કાર્યો આવી પડ્યા હોય અને કેઈને પૂછે કે “હવે હું શું કરું ?” ત્યારે તે કહે કે “જે ઠીક લાગે તે કરો.” ૯. અભિગૃહિતા – જેમાં પદાર્થની વાતનો વિષય નકકી હેય તે, જેમકે હમણું તમારે આ કામ કરવું, આ નહીં” અથવા જેમાં કોઈ પદાર્થની ધારણા વગર જે ડીલ્ય વગેરે બોલાય તે અનભિગૃહિતા. જેમાં કે પદાર્થને અનુલક્ષીને જે ઘટ વગેરે બેલાય તે અભિગૃહિતા. ૧૦. સંશયકરણ – અનેક અર્થવાળા શબ્દને પ્રવેગ કરી પરસ્પર શંકા ઊભી કરવી તે. જેમકે “સૈધવ લાવ” સૈધવ શબ્દથી મીઠું (ખા), વસ્ત્ર, પુરુષ, ઘડે થાય છે. આમાંથી શું લાવવું, તે ખબર ન પડે અને શંકા રહે. ૧૧વ્યાકૃતા - સ્પષ્ટ પ્રગટ અર્થવાળી ભાષા. ૧૨. અવ્યાકૃતા – અપ્રગટ અતિ ગંભીર શબ્દાર્થવાળી અથવા અવ્યક્ત અક્ષરવાળી ભાષા અવિભાવિત અર્થવાળી હોવાથી તે અવ્યાકૃત ભાષા કહેવાય. (૮૯૪-૮૫) ૧૪૦ સેલ પ્રકારના વચન कालतियं ३ वयणतिय ६ लिंगतियं नव तह परोक्ख १० पच्चक्खं ११ । उवणयऽवणयचउकं १५ अज्झत्थं चेव १६ सोलसमं ॥८९६॥ કાળત્રિક, વચનત્રિક, લિગત્રિક, પરોક્ષવચન, પ્રત્યક્ષવચન, ઉપનયઅપનય ચતુષ્ક અને અધ્યાત્મ. એમળ પ્રકારનાં વચન છે. કાળત્રિક તથા વચનત્રિક તથા લિંગત્રિક, પક્ષ, તથા પ્રત્યક્ષ તથા ઉપનય-અપનય, ચતુષ્ક તથા સોળમું અધ્યાત્મવચન છે. આ ગાથાના પદનો અર્થ છે. ૧-૩ કાળત્રિક - તેમાં કર્યું, કરે છે, કરશે”. આ ભૂતકાળ વગેરે ત્રણ કાળ જણાવનાર વચન એ કાળત્રિક વચન છે.
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy