SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ -એમ બેલતે દ્રૌપદીના શરણે ગયે. ત્યારે દ્રૌપદીએ તેને કહ્યું કે “તું સ્ત્રીનો વેષ પહેરી મને આગળ કરી કૃષ્ણના શરણે જા” તેણે પણ એ પ્રમાણે કર્યું. કૃષ્ણ પણ દ્રૌપદી પાંડવોને આપી તેજ માર્ગે રથમાં બેસી પાછા ફર્યા. તે વખતે તે ક્ષેત્રમાં ચંપાનગરીના ઉદ્યાનમાં મુનિસુવ્રત નામના તીર્થકર સમેસર્યા હતા. તેમની પાસે બેસેલા કપિલ નામના વાસુદેવે પૂછયું “હે સ્વામિન ! આ કેના શંખને અવાજ સંભળાય છે ?” ત્યારે ભગવાને આખેય દ્રૌપદીને વૃત્તાંત કહ્યો. ત્યારે કપિલે “જબૂદ્વીપના ભરતાર્થના અધિપતિ આવ્યા છે. તે તેમનું સ્વાગત કરવા હું જાઉં.' એમ ભગવાનને પૂછ્યું. ત્યારે ભગવાને કહ્યું કે “એક જ જગ્યાએ બે ચક્રવર્તી, બે અરિહંત કે બે વાસુદેવ હતા નથી. છતાં કેઈક કારણથી આવ્યા હોય, તે પણ એક બીજાને મળી શક્તા નથી” એમ કહેવા છતાં કુતૂ હલથી કૃષ્ણને જોવા માટે દરિયાકાંઠે ગયા. તે વખતે દરિયામાં જતા એવા કૃષ્ણના રથની ધજા જોઈ કપિલે સ્પષ્ટાક્ષરવાળે શ ખ વગાડી જણાવ્યું કે “હે વાસુદેવ! તમને મળવાની (વાની ઉત્કંઠાવાળે હું કપિલ વાસુદેવ અહીં આવ્યો છું માટે પાછા વળો ત્યારે કૃષ્ણ પણ શંખ વગાડી કહ્યું કે “અમે ઘણા દૂર નીકળી ગયા છીએ. માટે તમારે અમને કંઈ ન કહેવું” એમ જણાવી પિતાના સ્થાને આવ્યા. ૬ સૂર્ય–ચંદ્રાવતરણ :- કૌશંબીનગરીમાં સમવસરેલા ભગવાન વર્ધમાન સ્વામીને વંદન કરવા માટે પાછલા પ્રહરે આકાશમાંથી સૂર્ય–ચંદ્ર બંનેનું એક સાથે મૂળ શાશ્વત વિમાન સાથે આવવું થયું તે આશ્ચર્ય. અન્ય વખતે તે ઉત્તરવૈક્રિય વિમાન વડે આવે છે. ૭ હરિવંશપત્તિ :- હરિ એટલે હરિવર્ષક્ષેત્રના પુરુષ વિશેષને જે પુત્ર-પૌત્ર વગેરે પરંપરારૂપ વંશ તે હરિવંશ. હરિવંશ રૂપ જે કુલ તેની જે ઉત્પત્તિ તે હરિવંશ કુલોત્પત્તિ. કુલે અનેક પ્રકારના છે. તેથી હરિવંશ વડે વિશેષિત કર્યું. આ બનાવ પણ પૂર્વે ન બનેલ હોવાથી આશ્ચર્યરૂપ છે. આ જ બૂદ્વીપના ભરતક્ષેત્રના કૌશંબીનગરીમાં સુમુખ નામે રાજા હતે. એક વખત વિચિત્ર વિલાસવાળી વસંતઋતુ આવી ત્યારે હાથી પર બેસી તે રાજા રમવા માટે નગરીની બહાર રહેલ ઉદ્યાનમાં જતા રસ્તામાં વીરક નામના વણકરની નિરુપમ લાવણ્ય અને સુંદર દેહવાળી વનમાળા નામની સ્ત્રીને જોઈ, તે સ્ત્રી પણ પ્રેમને ઈચ્છતી આખપૂર્વક વારંવાર ઈચ્છાપૂર્વક જેવા લાગી અને રાજા પણ તેને અનિમેષ નયને પૃહાપૂર્વક જેતે, કામથી હણાયેલે તે ત્યાંજ હાથીને ફેરવતે જાણે કેઈની રાહ જોતે હેય, તેમ આગળ ન ગયે. ત્યારે સુમતિ નામના મંત્રીએ રાજાના ભાવને જાણવાની ઈચ્છાથી પૂછયું” હે સ્વામિન્ ! બધુંય સૈન્ય અહીં આવી ગયું છે, તે શા માટે વિલંબ કરો છે? રાજા મંત્રીના
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy