SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચન સારોદ્ધાર-ભાગ-૨ એક વખત નારદ મુનિ મનગમતા દેશેામાં ભમતા ભમતા દ્રૌપદીના મહેલે આવ્યા. દ્રૌપદીએ આ અવિરતીધર છે—એ પ્રમાણે માનીને નમસ્કાર કરવા જેવા પણ તેને સત્કાર ન કર્યાં. તેથી મનમાં ક્રોધિત થયેલા નારદે વિચાર્યું કે આને શી રીતે દુઃખી કરું ? કેમકે ભરતક્ષેત્રમાં કૃષ્ણના ભયથી તેને કાઈ દુઃખી ન કરે તેથી તેના મહેલમાંથી નીકળી ધાતકીખંડના ભરતક્ષેત્રમાં ચંપાનગરીના રાજા કપિલ વાસુદેવના સેવક સ્ત્રી લપટ પદ્મનાભ રાજાની અપરકકા નામની નગરીમાં ગયા. તે રાજા પણ એકદમ ઊભા થઈ સત્કારપૂર્વક પેાતાના અંતઃપુરમાં લઈ જઈ પેાતાની બધી રાણીએ બતાવી નારદને પૂછ્યું કે ‘ હે ભગવાન સતત બધી જગ્યાએ અપ્રતિબદ્ધપણે ફરતા તમે આવી સ્ત્રીઓ જોઈ છે? ' નારદે પણુ મારું કામ આનાથી સિદ્ધ થશે. એમ મનમાં નક્કી કરી જવાબ આપ્યા કે હે રાજન ! કૂવાના દેડકાની જેમ આવી રાણીએથી તું શું આનંતિ થાય છે? જંબુદ્વીપના ભરતક્ષેત્રના ભૂષણુરૂપ હસ્તિનાગપુર નગરમાં પાંડવોની પત્ની દ્રૌપદી આગળતા આ બધી દાસી જેવી જ લાગે છે.’ આ પ્રમાણે કહી નારદમુનિ આકાશમાં ઉડી ગયા. દ્રૌપદીને મેળવવા માટે વ્યાકુલ પદ્મનાભ રાજા પાતાલવાસી પૂના મિત્રદેવને તપ વડે આરાધી પ્રત્યક્ષ કર્યાં. દેવે પૂછ્યું ‘હું શું કરું ? ત્યારે તેને કહ્યું કે, ‘પાંડવાની સ્ત્રી દ્રૌપદીને અહીં લાવીને મને આપેા.’ દેવે કહ્યું હે રાજન્ ! દ્રૌપદી મહાસતી છે. પાંડવા સિવાય બીજાને મનથી પણ પતિરૂપે ઇચ્છતી નથી, છતાં પણ તમારા આગ્રહથી અહીં લાવું છું.' એમ કહી હસ્તિનાગપુરથી અવસ્વાપિની નિદ્રા આપી રાત્રે સૂતેલી દ્રૌપદીનુ' અપહરણ કરી તેને આપી. જાગેલી દ્રૌપદી પેાતાના પતિ વગેરે પરિવારને ન જોવાથી ગભરાયેલ દ્રૌપદીને પદ્મનાભ આનંદથી કહેવા લાગ્યા કે, હે મૃગાક્ષિ ! ડરીશ નહીં. મારાવડે જ તું અહીં લવાયેલી છે. 6 ८८ હું ધાતકીખંડના ભરતક્ષેત્રની અપરકંકા નગરીના પદ્મનાભ નામે રાજા છું. તને હું મારી પ્રિયા બનાવવા ઈચ્છું છું. તેથી મારી સાથે તું તારી ઇચ્છા પ્રમાણે ઘણા ભાગોને ભાગવ ! દ્રૌપદીએ પણ તેના વચન સાંભળી તત્કાલિન ઔત્પાતિકી બુદ્ધિપૂર્વક કહ્યું કે, જો મારો સંખ'ધી કોઇ પણ છ મહિનામાં અહીં ન આવે તો તમારી ઇચ્છા હું પૂરી કરીશ. રાજાએ પણ જંબુદ્વીપના કાઈપણ માણસ અહીં આવવે અસંભવ છે—એમ વિચારી તેની વાત સ્વીકારી. આ તરફ પાંડવાએ સવારે દ્રૌપદીને ન જોઈ, બધી જગ્યાએ ખૂખ શેાધ ખેાળ કરવા છતાં તેના સમાચાર ન મળ્યા તેથી આ સર્વ હકીકત કૃષ્ણ વાસુદેવને જણાવી. કૃષ્ણ પણ વિમાસણમાં પડી ગયા. એટલે શું કરવુ. જોઇએ એ પ્રમાણે મૂઢ થયા. તે વખતે અચાનક નારદ મુનિ પેાતે કરેલ અનના ફુલને જોવા માટે ત્યાં આવ્યા. કૃષ્ણે નારદને પૂછ્યું કે, રોકટોક વગર બધે જનારા તમે કોઈ જગ્યાએ દ્રૌપદીને
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy