SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૩ ૧૨૭ પાંચ યથાજાત | લપટ્ટો તથા રજોહરણ (એ) ગરમ તથા સુતરાઉ એમ બે નિશથીયા તથા મુહપત્તિ આ પાંચ યથાવત છે. ચલપટ્ટો તથા રજોહરણ, ઉનનું તથા સુતરાઉ એમ બે નિશથીયા તથા મુહપત્તિ આ પાંચ યથાકાતે છે. યથાજાત એટલે જન્મ. તે અહીં સાધુપણાના જન્માશ્રયી જાણવું. સાધુનો જન્મ ફક્ત ચલપટ્ટા વગેરે ઉપકરણ યુક્ત જ થાય છે. આથી તે કારણે આ ઉપકરણે યથાજાત કહેવાય. એમાં લપટ્ટો પ્રસિદ્ધ છે. બહાર અને અંદરના નિશથીયા વગરનું એકનિષદ્યા જેવો રજોહરણ એટલે આ તે વર્તમાનકાળમાં દશીઓ સાથે દાંડીને બાંધવામાં આવે છે. સૂત્રોનુસારે તે તે દાંડી એકલી જ હોય છે. દશી સાથે નથી હોતી. તેની ત્રણ નિષદ્યા (નિશેથીયા) હોય છે. તેમાં જે દાંડી પર વીંટવા માટે ત્રણ આંટા વીંટી શકાય એટલું પહોળું અને એક હાથ લાંબુ કામળીનો જે ટૂકડો તે પહેલું નિશથીયું, તેના આગળના ભાગે હાથના ત્રીજા ભાગ જેટલી લાંબી દશીઓ બાંધવામાં આવે છે. આ દશવાળુ નિશથીયું અહીં રજોહરણ તરીકે કહેવાય. કહ્યું છે કે - એક નિષઘાવાળું રજોહરણ છે. બીજુ નિશથીયું આ રજોહરણને તિર્લ્ડ ઘણા આંટા વડે વીંટવા દ્વારા કરાય છે. તે કંઈક એક હાથથી અધિક લાંબુ અને એક હાથ પહોળું સુતરાઉ કાપડનું અંદર નિશેથયું હોય છે. જે અહીં સુતરાઉ નિશથીયા તરીકે લેવાયું છે. ત્રીજુ નિશથીયું તે અંદરના સુતરાઉ ઉપર જ તીર્થો ઘણું આંટા વીંટવાપૂર્વક બાંધવામાં આવે છે. જે એક હાથ ને ચાર આંગળ પ્રમાણ ચેરસ ગરમ કાપડના ટૂકડામય છે. જેને વર્તમાન કાળમાં ઘારીયું કહેવામાં આવે છે. જે બેસવાના કામમાં પણ આવતુ હેવાથી વર્તમાન કાળમાં પાદપ્રીંછનક (આસન) તરીકે રૂઢ થયું છે. આ બહારનું નિશથીયુ કહેવાય છે. આને અહીં ગરમ નિશથીયા તરીકે લેવામાં આવ્યું છે. મોટું ઢાંકવા માટેનું વસ્ત્ર તે મુખપત એટલે મુહપત્તી, મુહપત્તી એક વેંત ને ચાર આંગળ પ્રમાણની હોય છે. (૮૬૦) ૧૨૮ રાત્રિ જાગરણ सव्वेऽवि पढमजामे दोन्नि य वसहाण आइमा जामा । तइओ होइ गुरूणं चउत्थ सव्वे गुरू सुयइ ॥८६१॥
SR No.022023
Book TitlePravachan Saroddhar Part 02
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1993
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy