SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૩. પ્રતિક્રમણ દ્વાર: શુભાગમાંથી અશુભાગમાં ગયેલાનું ફરી શુભગોમાં આવવું તે પ્રતિક્રમણ. કહ્યું છે કે પોતાના સ્થાનથી પ્રમાદથી જે પરસ્થાનમાં ગયા હોય, તેમાં ફરી આવવું તે પ્રતિક્રમણ કહેવાય છે. પ્રતિકુલ જવું તે પ્રતિક્રમણ. કહ્યું છે કે “ક્ષાપશમિક ભાવમાંથી ઔદાયિકભાવને પામ્યો હોય, તેનું ઔદાયિકભાવમાંથી ક્ષાયોપથમિકભાવમાં પાછા ફરવું તે પ્રતિક્રમણ. વીપ્સા અર્થમાં પ્રતિ શબ્દ લઈએ, તે વારંવાર આત્માને પોતાના સ્થાને લાવવારૂપ પ્રતિક્રમણ કર્યું છે કે મોક્ષ ફલદાયક શુભમાં નિઃશલ્ય યતિનું જે વારંવાર (પાછા આવવું) પ્રવર્તાવું તે પ્રતિક્રમણ. તે પ્રતિક્રમણ અતીતકાળ, વર્તમાનકાળ અને ભૂતકાળ વિષયક છે. પ્રશ્ન-પ્રતિક્રમણ તે અતીતકાળમાં જ ઘટે છે. કહ્યું છે કે ભૂતકાળને પ્રતિક્રમ્ છું. વર્તમાનકાળમાં સંવર કરું છું અને ભવિષ્યકાળનું પચ્ચખાણ કરું છું તે પછી પ્રતિકમણની ત્રિકાળ વિષયતા કેમ કહે છે? ઉત્તર:- અહીં પ્રતિક્રમણ શબ્દનો અર્થ ફક્ત અશુભ ગની નિવૃત્તિ એટલે જ કર. કહ્યું છે કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ, અસંયમનું પ્રતિક્રમણ, કષાનું પ્રતિકમણ, અપ્રશસ્તયોગોનું પ્રતિકમણ, તે રીતે નિંદા દ્વારા અશુભગ નિવૃત્તિરૂપ અતીત વિષયક પ્રતિકમણ, સંવર દ્વારા અશુભગની નિવૃત્તિરૂપ વર્તમાનકાળ વિષયક પ્રતિકમણ, પ્રત્યાખ્યાન દ્વારા અશુભગ નિવૃત્તિરૂપ ભવિષ્યકાળ વિષયક પ્રતિક્રમણ થાય છે માટે કે દેષ નથી. તે પ્રતિક્રમણ દેવસિક વિગેરે ભેદથી પાંચ પ્રકારે છે. દિવસના અંતે કરાતું દેવસિક, રાત્રીના અંતે કરાતું રાત્રીક, પખવાડીયાના અંતે કરાય તે પાક્ષિક, ચાર મહિનાના અંતે કરાય તે માસી, વર્ષના અંતે કરાય તે સંવત્સરી પ્રતિક્રમણ. પ્રતિક્રમણ ધ્રુવ અને અધ્રુવએમ બે પ્રકારે છે. ભારત-ઐરાવતક્ષેત્રમાં પહેલા અને છેલ્લા તીર્થકરના શાસનમાં અપરાધ હોય, કે ન હોય તે પણ બંને વખતે પ્રતિક્રમણ અવશ્ય કરવાનું હોય છે. તેથી ધ્રુવ અને વચ્ચેના બાવીસ તીર્થંકરના શાસનમાં તેમજ મહાવિદેહક્ષેત્રમાં તેઓને કારણુ ઉત્પન્ન થાય ત્યારે જ પ્રતિક્રમણ કરવાનું હોવાથી અધ્રુવ છે. કહ્યું છે કે, ૧. “ પ્રતિ’ નામને ઉપસર્ગ પ્રતિ એટલ તરફ અને પ્રતિકૂળતાના અર્થમાં છે, “ ક્રમ ” ધાતુ પગ મૂકવાના અર્થમાં છે અને ભાવના અર્થમાં (અનર્) અન’ પ્રત્યય અંતમાં લાગવાથી “ક્રમણ થાય છે. પ્રતીપ ક્રમશું પ્રતિકુલ કમણું –પ્રતિક્રમણ તેથી ઉપર પ્રમાણે અર્થ થાય છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy