SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ પ્રવચનસારોદ્ધાર (૧) હાથ વડે રજોહરણને અડે અને માથાને અડે. (૨) રજોહરણને અડે પણ માથાને ન અડે. (૩) માથાને અડે પણ રજોહરણને ન અડે. (૪) માથાને ન અડે અને રજોહરણને પણ ન અડે. આ ચાર ભાંગામાં પહેલો ભાગ શુદ્ધ છે. બાકીના ત્રણ ભાંગ અશુદ્ધ છે, તેથી તેમાં આલિષ્ટ અને અનાલિષ્ટનો દોષ લાગે છે. ૨૮. વચન એટલે અક્ષરોના સમૂહરૂપ કિયાના અંતવાળું વાક્ય. એક બે અક્ષરોથી હીન અથવા કઈ અતિ–ઉતાવળથી કે પ્રમાદી પણાથી થડા કાળમાં વંદન પૂરું કરે, ત્યારે વા, અક્ષરે કે અવનત વિગેરે આવશ્યક ઓછા થાય તે ન્યૂન નામને દોષ. (૧૭૧) दाउण चंदणं मत्थएण वंदामि चूलिया एसा । मृयव्व सदरहिओ जं वंदइ मूर्यगं तं तु ॥ १७२ ॥ ૨૯. વંદન કરીને છેલ્લે મોટા અવાજથી “મસ્થણ વંદામિ” એમ બોલે તે ઉત્તરચૂડ દેષ. ૩૦. મુંગાની જેમ આલાપક (સૂત્ર) મનમાં બેસીને જે વંદન કરે, તે મૂકષ. (૧૭૨) ढड्ढरसरेण जो पुण सुत्त घोसेइ ढड्ढरं तमिह । चुडलिं व गिहिऊणं रयहरण होइ चुडलिं तु ॥ १७३ ॥ ૩૧. મોટા અવાજથી સૂત્ર બેલ વાપૂર્વક જે વંદન કરે તે ઢઢર દેષ. ૩૨. ઉંબાડીયાની જેમ છેલ્લે રજોહરણ ભમાડે તે ચુડલિક દેષ. હંમેશા નિયત અનિયત એમ વંદન બે પ્રકારનાં છે. આ બંને સ્થાન બતાવે છે. पडिक्कमणे सज्झाए काउसग्गेऽवराह पाहुणए । आलोयण संवरणे उत्तमहे य वंदणयं ॥ १७४ ॥ ૧. અપરાધ સ્થાનેથી ગુણસ્થાનમાં પાછા ફરવું તે પ્રતિક્રમણ. તે પ્રતિક્રમણમાં વંદન હોય. ૨. વાચના વિગેરે સ્વાધ્યાય વખતે વંદન હેય. ૩. વિગઈ વાપરવા માટે અને આયંબિલના ત્યાગ માટે જે કાઉસ્સગ્ન કરીએ તે વખતે વંદન હોય. ૪. ગુરુ પ્રત્યેના વિનયના ભંગરૂપ અપરાધ થયે ક્ષમાપના કરવા જે વંદન કરે તે.. ૫. મહેમાન આવે ત્યારે વંદન કરવું. એટલે કે, દીક્ષાપર્યાયમાં મેટા સાધુ મહેમાન
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy