SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારોદ્ધાર ગુરૂના હાથને કે ઉપકરણ પકડીને બેસાડી જે વંદન કરાય, તે અકુશ દોષ, ઉભા રહીને કે બેસીને વંદન કરતા કંઇક આગળ પાછળ થવું તે કચ્છપરિંગિંત દોષ. ७० ૬. અંકુશ વડે હાથીની જેમ આચાય ઉભા હાય, સુતા હાય કે બીજા કાર્ય માં રાકાયેલા હાય ત્યારે તેમના ચાલપટ્ટો કે ચાદર અથવા હાથ વિગેરે પકડી શિષ્ય અવજ્ઞાપૂર્વક ખેંચી વંદન કરવા માટે આસન પર બેસાડી વંદન કરે તે અંકુશ દોષ. આચાર્ય ભગવંતાને કયારે પણ ઉપકરણ વિગેરે ખે‘ચીને બેસાડી વંદન કરવા ચેાગ્ય નથી કેમકે અવિનય થાય છે. પરંતુ હાથ જોડી પ્રણામ કરવાપૂર્વક વિનયથી એમ કહે કે, હે ભગવંત . આપ બિરાજે એટલે હું વંદન કરું. આવશ્યકવૃત્તિમાં રજોહરણને બે હાથ વડે અંકુશની જેમ પકડી વંદન કરે તે અંકુશ દોષ કહેવાય એમ વ્યાખ્યા કરી છે. ખીજા આચાર્યો તે અંકુશથી કબ્જે કરાયેલ હાથીની જેમ માથું ઊંચ-નીચ કરતા જે વંદન કરે તે અંકુશ દોષયુક્ત વન. આ અને અભિપ્રાયા સૂત્રાનુસારી જણાતા નથી. આમાં તત્ત્વા બહુશ્રુતે જાણે. ૭. ઉભા રહી “તિત્તીસન્નયરા” વિગેરે સૂત્ર ખાલતા બેસી જાય. અહા કાય કાય” ખેલતા કાચબાની જેમ રિખન કરતા આગળ પાછળ થતા વંદન કરે તે કચ્છપરિંગિત ઢોષ......(૧૫૮) उति निवेसिंतो उच्चत्तड़ मच्छउच्च जलमज्झे । वैदिकामोव अन्नं झसो व परियतर तुरियं ॥ १५९ ॥ ૮. ઉભા થતા કે બેસતા પાણીમાં રહેલા માછલા ઉછળે તેમ ઊંચા-નીચા થતા. વંદન કરે. અથવા એક આચાર્યાદિને વાંદી ખાજુમાં રહેલા વંદનીયને વાંઢવા માટે નજીકમાં જવાને ઈચ્છતા પાતે બેઠા-બેઠા જ માછલીની જેમ ઝડપી અંગેાપાગ ફેરવીને જાય, તે મત્સ્યાવૃત્તદોષ. આ રીતે અંગ પરાવત ન કરવુ' તે મત્સ્યાવત પણ કહેવાય......(૧૫૯) अप्प पर पत्तिणं मणप्पओसो य वेइया पणगं । तं पुण जाणूवरि १ जाणुहिट्ठाओ २ जाणुवाहिं ३ वा ॥ १६० ॥ कुण करे जाणुं वा एगयरं ठवइ करजुयल मज्झे ४ । उच्छंगे करइ करे ५ भयं तु निज्जूहणाईयं ।। १६१ ॥ ૯. મનના દ્વેષ અનેક કારણસર હોઈ શકે છે, તે બધા દ્વેષ પેાતાના નિમિત્તે કે બીજાના નિમિત્તે થાય છે. તેમાં જ્યારે શિષ્યને ગુરુ કઈક કઠોર શબ્દ કહે, ત્યારે જો શિષ્યને દ્વેષ થાય તે તે આત્મપ્રત્યયમન દ્વેષ જાણવા.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy