SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬ પ્રવચનસારોદ્ધાર ૨૧. રત્નાધિક બેલાબે છતે જ્યાં બેઠે હોય ત્યાંથી જ જવાબ આપે પણ નજીક આવીને જવાબ ન આપે, તે આશાતના થાય. (૧૪૨) सेहो गुरुणा भणिओ तत्थ गओ सुणइ देइ उल्ला । एवं किंति च भणइ न मत्थएणं तु वंदामि ॥ १४३ ॥ ૨૨. શિષ્યને ગુરુ બેલાવે ત્યારે ગુરુની પાસે ગયા વિના સાંભળે અને જવાબ આપે પણ મનમાં વિચારે કે નજીક જઈને શું કામ છે? તે આશાતના લાગે. માટે નજીક જઈ “મQએણ વંદામિ” બેલીને આગળ વાત કરે. (૧૪૩) एवं तुमंति भणई कोऽसि तुम मज्झ चोयणाए उ ? । एवं तज्जाएणं पडिभणणाऽऽसायणा सेहे ॥ १४४ ॥ अज्जो ! किं न गिलाणं पडिजग्गसि पडिभणाइ कि न तुम ? । रायणिए य कहते कहं च एवं असुमणत्ते ॥ १४५ ॥ તું મને પ્રેરણ કરનાર કેશુ? એ પ્રમાણે તુકારે કરે તથા ગુરુએ જે વાત કરી હોય તે જવાબ સામે કરી ગુરુનું અપમાન કરે તો આશાતના થાય. ' હે આર્ય! ગ્લાનની સેવા કેમ નથી કરતો ? શિષ્ય સામે કહે તમે કેમ નથી કરતા? રત્નાધિક ધમકથા કરતા હોય તે પોતાના મનને દુભવે. ૨૩ શિષ્ય રત્નાધિકને તુકારાથી બોલાવે “તું મને કહેનાર કોણ?” વિગેરે કહેવાથી ગુરુની આશાતના થાય. માટે શિષ્ય ગુરુઓને શ્રી ભગવન્, શ્રી પૂજ્ય, આપ વિગેરે શબ્દથી બોલાવવા જોઈએ. ૨૪. શિષ્ય રત્નાધિકને ગુરુના વચન વડે જ તેમને સામે જવાબ આપે. (ચાળા પાડે). જેમ આચાર્ય શિષ્યને કહ્યું કે, “હે આર્ય ! ગ્લાનની ભક્તિ કેમ કરતું નથી ?” ત્યારે શિષ્ય કહે કે “તમે જ કેમ ભક્તિ નથી કરતા ?” આચાર્ય કહે કે, “તું આળસુ છે.” ત્યારે શિષ્ય કહે, “તમે જ આળસુ છે. આ પ્રમાણે સામે બોલવાથી આશાતના થાય. ૨૫. “અહો...પૂજ્ય ગુરુભગવંતે કેવું સરસ વ્યાખ્યાન કર્યું એ પ્રમાણે પ્રસન્નમને. અનુમોદના ન કરે તો આશાતના થાય. (૧૪૪–૧૪૫) एवं नो सरसि तुमं एसो अत्थो न होइ एवंति । एवं कहमच्छिंदिय सयमेव कहेउमारभइ ॥ १४६ ॥ ૨૬. ગુરુ વ્યાખ્યાન કરતા હોય ત્યારે તેમને કહે કે, “ આ અર્થ તમને બરાબર યાદ નથી” અથવા “આ પ્રમાણે આ અર્થ નથી થતો.” આ પ્રમાણે કહે તે આશાતના થાય.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy