SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનદ્વાર સમેસર્યા. ત્યારે કૃષ્ણ મહારાજા પરિવાર સાથે વંદન માટે ગયા. ભગવાનના અનેક ગુણાલંકૃત અઢાર હજાર સાધુઓને આનંદપૂર્વક દ્વાદશાવર્ત વંદનપૂર્વક વંદન કરે છે. એમની સાથે વંદન કરતા બીજા રાજાઓ થાકી ગયા ને ઉભા રહી ગયા, પણ વીરકે તે કૃષ્ણની સાથે બધા સાધુઓને વંદન કર્યું. પરસેવે રેબઝેબ થયેલ કૃષ્ણ શ્રી નેમિ-જિનેશ્વરને પૂછયું કે, નાથ...! ૩૬૦ (ત્રણસે સાઈઠ) યુદ્ધ કરતાં હું જેટલો થાક્યો નથી એટલે સાધુઓને વંદન કરતા થાકી ગયે છું. ભગવાને કહ્યું કે, હું કૃષ્ણ..! આ વંદન કરવાની ભક્તિથી તે ક્ષાયિક સમતિ પ્રાપ્ત કર્યું છે, તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું અને સાતમી નરક એગ્ય તે જે આયુકર્મ ઉપાર્જિત કર્યું હતું તે ત્રીજી નરકનું થયું છે. અહિં કૃષ્ણનું ભાવથી કૃતિકર્મ અને કૃષ્ણની પાછળ વંદન કરનાર વીરકનું દ્રવ્ય-કૃતિકર્મ જાણવું. પૂજાકમાં બે સેકનું ઉદાહરણ:-- એક રાજાને બે સેવક હતા. તે બે વચ્ચે નજીકના બે ગામની હદ વિષે વિવાદ થયે. તે વિવાદને દૂર કરવા માટે રાજા પાસે જતા હતા. તે બંનેને રસ્તામાં સામે આવતા સાધુ દેખાયા. તે બેમાંથી એક બોલ્યા કે, સાધુ-દર્શનથી નક્કી સિદ્ધિ થાય છે. આમ બોલી તે પ્રદક્ષિણ કરી, ભક્તિપૂર્વક સાધુને નમીને ગયે. બીજે પણ પ્રથમ સેવકની જેમ પ્રદક્ષિણું અને વંદન કરીને ગયે. રાજા પાસે જઈ તે બંનેએ પોતાની વાત કરી, ત્યારે રાજાએ પ્રથમ વંદન કરનારને જય આપ્યું અને બીજાને પરાજય આપ્યું. આમાં પહેલાનું ભાવથી પૂજાકર્મ અને બીજાનું દ્રવ્યથી પૂજાકર્મ. વિનય કર્મમાં પાલકનું ઉદાહરણ - દ્વારકા નગરીમાં કૃષ્ણ મહારાજાને પાલક, શાંબ વિગેરે ઘણા પુત્રો હતા. એક વખત મનાથ ભગવત આવ્યા એટલે કૃષ્ણ બધા પુત્રોને કહ્યું કે, જે કાલે સવારે ભગવાનના ચરણકમલને સહુથી પહેલા વાંદશે, તેને તે જે માંગશે તે બધું આપીશ. શાંબે સવારે ઉઠી પોતાના મકાનમાં રહી ભક્તિપૂર્વક વંદન કર્યું. દુષ્ટ–બુદ્ધિ અભવ્ય પાલક રાયેલોભથી અશ્વરત્ન પર બેસી ભગવાન પાસે જઈ પ્રભુને વંદન કર્યું. કૃષ્ણ ભગવાન પાસે નમીને પૂછ્યું કે, શાંબ અને પાલક –એ બેમાંથી આજે પહેલા તમને કેણે વંદન કર્યું? ભગવાને કહ્યું કે, હે કૃષ્ણ...! શબે ભાવથી પહેલા વંદન કર્યું અને પાલકે દ્રવ્યથી પ્રથમ વંદન કર્યું. ત્યારે કૃષ્ણ પણ કૃપા કરીને શ્રેષ્ઠ ગુણીયલ શાબને અશ્વરત્ન આપ્યું અહિં પાલકનું દ્રવ્યથી વિનયકર્મ અને શાંબનું ભાવથી વિનયકર્મ જાણવું. (૧૨૮) ગુરુ સંબંધી તેત્રીશ આશાતના દ્વાર : पुरओ पक्खोसन्ने गंताचिट्ठणनिसीयणायमणे । आलोयणऽपडिसुणणे पुवालवणे य आलोए ॥ १२९ ॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy