SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭ વંદનદ્વાર શીતલ નામના રાજાએ રાજ્ય સમૃદ્ધિ છેડી સર્વજ્ઞ દીક્ષા ગ્રહણ કરી. તેનામાં રહેલ સંપૂર્ણ ગુણથી આનંદિત હૃદયવાળા ગુરુએ, શ્રમણોને આનંદદાયક સૂરિપદ તેમને આપ્યું. તે શીતલાચાર્યનું દ્રવ્ય અને ભાવવંદનમાં ઉદાહરણ. દ્રવ્ય અને ભાવ ચિતિકર્મમાં પોતાના વડિલ અને સ્થવિરો વડે ગુરુ પદે સ્થપાયેલ ક્ષુલ્લકાચાર્યનું ઉદાહરણ દ્રવ્ય અને ભાવ કૃતિકર્મમાં અનેક પરાક્રમી રાજાઓનાં નમેલા મસ્તક પર રહેલ મુગુટની કલગીની વિશિષ્ટ માણેકની માલામાંથી પૃથ્વી પર સતત ઉછળતા એવા કિરના સમૂ હથી રંગાયેલ ચરણકમલવાળા કૃષ્ણમહારાજાનું તથા વીરશાલવીનું ઉદાહરણ. દ્રવ્ય અને ભાવપૂજાકમાં બે સેવકેનું ઉદાહરણ દ્રવ્ય અને ભાવ વિનયકર્મમાં પાલક અને શાંબનું ઉદાહરણ છે. આ પાંચે વંદનના દષ્ટાંત સામાન્યથી જાણવા યોગ્ય છે. વદનકમમાં શીતલાચાર્યનું દૃષ્ટાંત - પૃથ્વીરૂપ સ્ત્રીના મસ્તક પર તિલક સમાન શ્રીપુર નામના નગરમાં પોતાના પ્રતાપ વડે દિશાઓના સમૂહને જીતનાર એવા શીતલ નામના રાજા રાજ્ય કરતા હતા. તે રાજા સર્વજ્ઞ શાસનરૂપી સાગરમાં ઊંડાણથી અવગાહેલા હોવાથી સ્તવનીય હતા. તેમના માતૃ અને પિતૃ બંને પક્ષ શુદ્ધ હોવાથી રાજહંસની જેમ રાજા સુખ-મગ્ન હતા. તે રાજાને ભાગ્ય અને સૌભાગ્યનું ઘર, સદ્દધર્મ-કર્મમાં તત્પર શંગારમંજરી નામની બેન હતી. તે બેનને વિક્રમસિંહ રાજા સાથે પરણાવી. કાળક્રમે તેણે ચાર પુત્રને જન્મ આપ્યું. સુંદર વૈરાગ્યથી રંગાયેલ શીતલ રાજાએ શ્રી ધર્મઘોષસૂરિજી પાસે દીક્ષા ગ્રહણ કરી. સિદ્ધાંતના રહસ્યને જાણ ગીતાર્થ બનેલ તેમને ગુરુએ તેમના ગુણેથી સંતુષ્ટ થઈ પોતાના પદે સ્થાપન કર્યા. એક દિવસ શંગારમંજરી રાણીએ કળા-કૌશલ્યવંત પોતાના પુત્રોને એકાંતમાં કહ્યું કે, “હે પુત્રો! આ જગતમાં એક તમારા મામા પ્રશંસનીય છે, કે જેમણે રાજ્ય છોડી ઉત્તમ વ્રતને ગ્રહણ કરી, સમસ્ત સિદ્ધાંતરૂપી સાગરને પાર પામેલ આચાર્યદેવ છે. તે નિઃસંગપણે જગતમાં વિચરી ભવ્ય જીવોને પ્રતિબંધ કરે છે. જેમ તેઓએ આ, સંસારનું ફળ હથેળીમાં લઈ લીધું, તેમ હે પુત્રો ! તમારે પણ એ જ સારરૂપ ફળ ગ્રહણ કરવા એગ્ય છે. કારણકે “આ છ કરોડે વાર વિષયસુખ પ્રાપ્ત કર્યા, હજારો વાર સંપદાઓ ભેગી કરી, સેંકડે વાર રાજ્ય મેળવ્યા પણ ધર્મ ક્યારેય મેળવ્યું નથી.” આ પ્રમાણે માતાના વચન સાંભળી વૈરાગ્યવંત થયેલ પુત્રએ પિતાના પિતાની રજા
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy