SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારોદ્ધાર ૫. શ્રતધર્મની આરાધના – વંદન કરવાપૂર્વક જ શ્રુત ગ્રહણ કરાય છે. ૬. અયિત્વ – વંદનથી પરંપરાએ અક્રિય એટલે સિદ્ધ થાય છે અને તે સિદ્ધત્વ પરંપરાએ. વંદનરૂપ વિનયથી જ મળે છે. ઋષિઓએ પણ કહ્યું છે કે તેવા પ્રકારના શ્રમણ કે માહણને વંદન અગર પર્યું પાસના કરનારને વંદન અને પર્યું પાસનાનું શું ફળ કહ્યું છે? હે ગૌતમ! શ્રવણરૂપ ફળ કહ્યું છે. તે શ્રવણનું ફળ જ્ઞાન, જ્ઞાનનું ફળ વિજ્ઞાન, વિજ્ઞાનનું ફળ પચ્ચકખાણ, પચ્ચક્ખાણનું ફળ ( નવાકર્મનું અગ્રહણ) સંયમ, સંયમનું ફળ અનાશ્રવ, અનાશ્રવનું ફળ તપ, તપનું ફળ વ્યવદાન (નિર્જરા), નિર્જરાનું ફળ અક્રિયપણું, અકિયનું ફળ સિદ્ધિગતિ ગમન (૧૦૦) વંદનના વિષયમાં ગુરુના છ વચન” દ્વારનું વર્ણન : छंदेणऽणुजाणामि तहत्ति तुब्भपि वट्टए एवं । ___ अहह्मवि खामेमि तुमे वयणाई वंदणरिहस्स ॥१०१॥ (૧) ઈદેણ (૨) અણજાણામિ (૩) તહત્તિ (૪) તુલભપિ વટ્ટએ એવું (૫) અહમવિખામેમિ તુમ. એ પ્રમાણે ગુરુ, વંદન વખતે જવાબ આપે. (૧) ગુરુને વંદન કરવાની ઈચ્છાવાળે..નિસ્સીહીયાએ? આ પ્રમાણે બોલે ત્યારે ગુરુ વ્યાક્ષેપ એટલે બાધાયુક્ત હોય તે “રાહ જે” એમ કહે. તે બાધા કહેવા યોગ્ય હોય તે કહે, નહીં તે ન પણ કહે. આ ચૂર્ણિકારને મત છે. ટીકાકારના મતે “ત્રિવિધેન” એટલે મન-વચન-કાયાથી નિષેધ કરું છું-આમ કહે ત્યારે શિષ્ય સંક્ષેપ વંદન કરે, જે બાધા રહિત હોય તે ગુરુ વંદન કરનારને રજા આપવા “દેણ” એમ કહે. દેણ એટલે મને પણ અનુકુળતા છે. (૨) તે પછી “અજાણહ મે મિઉમ્મહ ” એ પ્રમાણે બેસે ત્યારે ગુરુ અણુજાણુમિ ” કહે એટલે મારી તને અવગ્રહમાં પેસવાની રજા છે. માટે અવગ્રહમાં પ્રવેશ કર. (૩) “નિસ્સાહિદિવસે વઈ તે” આટલે સુધી બોલે ત્યારે ગુરુ “તહર” એ પ્રમાણે કહે એટલે જે પ્રમાણે તેં કહ્યું, તે પ્રમાણે મારો દિવસ સારી રીતે પસાર થયો છે. (૪) “જત્તાભે ” આ પ્રમાણે શિષ્ય બેલે ત્યારે ગુરુ “તુબ્સપિ વટ્ટએ” એટલે તારે પણ મારી જેમ સંયમ તપ નિયમરૂપ યાત્રા સારી રીતે ચાલે છે? એમ પૂછે. (૫) તે પછી શિષ્ય વિનયપૂર્વક “જવણિજચંચલે” આ પ્રમાણે કહે, ત્યારે ગુરુ.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy