SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ વંદનદ્વાર ૪૩ . (૧) મસ્તક વડે નમવું તે નમન, તે બે છે. પહેલું જ્યારે “ઈચ્છામિ...નિસહિયાએ બોલી રજા માંગવા માટે જે નમાય છે. બીજુ જ્યારે બાર આવર્ત કરી અવગ્રહની બહાર નીકળતા “ઈચ્છામિ બેલી અનુજ્ઞા લેતા જે નમાય તે. (૨) યથાજાત એટલે જન્મ સમયની અવસ્થા. તે જન્મ બે પ્રકારે છે. (૧) સાધુપણના સ્વીકાર સમયે અને (૨) નિમાંથી નિષ્ક્રમણ સમયે. ચેનિ-જન્મની જેમ સાધુજન્મ ફક્ત રજોહરણ, મુહપત્તિ, ચલપટ્ટાપૂર્વક તથા કપાળ ઉપર હાથ જોડવાપૂર્વક થાય છે. આ પ્રમાણેની અવસ્થામાં જ વંદન કરાય છે, તેથી તે વંદન પણ યથાજાત કહેવાય છે. (૩) કૃતિકર્મ એટલે વંદન. તે બાર આવર્તવાળું હોય છે. આવર્ત એટલે સૂત્ર બેલવાપૂર્વક શરીરની ક્રિયા. તે ક્રિયામાં બાર આવર્તે છે. અહિં પહેલેથી અવગ્રહમાં પ્રવેશ કરનાર () અદો (૨) જાગું (રૂ) સંતં મળsો મે વિરામો વઘુસુમેળ એ રિવર વાતો (8) સત્તામે (૧) ઝવળ (૬) નવમે આ સૂત્ર બેલ વાપૂર્વક ગુરુના ચરણકમલ ઉપર હાથ મૂકી, મસ્તક, હાથ અડાડવારૂપ છ આવર્તે થાય છે. અવગ્રહમાંથી નીકળીને ફરી પ્રવેશ કરી આ જ છ આવર્તે કરવાથી કુલ બાર આવર્તે થાય છે. (૪) ચાર શિર નમન એટલે ચાર વખત મસ્તક નમાવવું. પહેલા અવગ્રહમાં પ્રવેશ કરેલ શિષ્ય “ખામેમિ ખમાસમણે દેવસિ વઈકમ” બેલીને પ્રથમ શિરઃ નમન કરે. અહમવિ ખામેમિ તુમ ” એ પ્રમાણે બેલનાર આચાર્યનું બીજું શિરનમન. અવગ્રહમાંથી નીકળી ફરીથી પ્રવેશનાર ખમાવતી વખતે આ પ્રમાણે ફરી પરસ્પર શિરનમન કરે –એમ ચાર શિરડનમન. અન્ય આચાર્યના મતે “સંફાસં ” બેલી પહેલું શિરનમન અને “ખામેમિ ખમાસમણે” બેલી બીજું શિર નમન એ રીતે બીજા વાંદણામાં પણ બે શિર નમન –આ પ્રમાણે ચારે ચાર શિષ્યના શિર નમન થયા. (૫) ત્રણ ગુપ્તિથી ગુપ્ત એટલે મનથી સારી રીતે ઉપગવાળે, વચનથી ખલના વિગેરે છોડીને અક્ષરોના ઉચ્ચારણ કરતે અને શરીરથી સંપૂર્ણ આવર્તીને કરવાપૂર્વક વંદન કરે. જેમાં બે વખત પ્રવેશ છે તે દ્વિપ્રવેશ. ગુરુની રજા લઈને અવગ્રહમાં પ્રવેશ કરે તે પ્રથમ, અવગ્રહમાંથી નીકળી બીજા વાંદણ વખતે ફરી રજા લઈ અવગ્રહમાં પ્રવેશ કર તે બીજે પ્રવેશ. એક નિષ્કમણઃ ગુરુના અવગ્રહમાંથી “આવહિ ” બેલ વાપૂર્વક નીકળવું તે. એ પ્રમાણે આવશ્યક પચ્ચીસી થઈ..(૯૮)
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy