SearchBrowseAboutContactDonate
Page Preview
Page 429
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૦ પ્રવચનસારોદ્ધાર કહ્યું છે કે, તે ઉપશાંતકષાયવાળા અને ક્ષીણકષાયવાળા છે. ઉપશાંત એટલે મેહનીયકર્મને જેના વડે સંક્રમણ ઉદ્દવર્તન વગેરે કરણને અગ્ય રૂપે કરી, ઉપશમભાવને પ્રાપ્ત કરાવાય, તે ઉપશાંતમહ. જેમનો મોહ ક્ષય પામી ગયો છે, તે ક્ષીણમેહ. સૂમસં૫રાય અવસ્થામાં સંજવલન લેભાને સંપૂર્ણ ખપાવીને બિલકુલ મોહનીયકર્મને અભાવ પ્રાપ્ત કરવા તે. તે નિગ્રંથ બે પ્રકારે હોવા છતાં પણ પાંચ પ્રકારે છે. તે આ પ્રમાણે ૧. પ્રથમ સમયના નિર્ગથ, ૨. અપ્રથમ સમયના નિર્ગથ. ૩. ચરમ સમયના નિર્ચથ, ૪. અચરમ સમયના નિર્ચથ, ૫. યથાસૂમનિર્ચ થ. અંતમુહૂર્ત પ્રમાણ નિગ્રંથ કાળના સમય સમૂહમાં જે પ્રથમ સમયે નિર્ચ થપણાને પામે છે, તે પ્રથમ સમય નિર્ચથ. ૨. પ્રથમ સિવાયના બીજા સમયે વર્તતા નિર્ગથે અપ્રથમસમયનિગ્રંથ. પ્રથમઅપ્રથમ સમય નિગ્રંથની પ્રરૂપણું પૂર્વાનુપૂર્વની અપેક્ષાએ છે. ૩. ચરમ એટલે છેલ્લા સમયે રહેલા નિર્ચ, ચરમસમયનિર્ચથ. ૪. છેલ્લા સમય સિવાય બાકીના સમયે રહેલ નિર્ગથે અચરમનિથ. ચરમ સમય, અચરમસમય નિગ્રંથની પ્રરૂપણ પશ્ચાનુપૂર્વીની અપેક્ષાએ છે. ૫. યથાસૂમનિર્ગથ એટલે પ્રથમ વગેરે સમયની અપેક્ષા (વિવક્ષા) વગર સામાન્ય બધાયે સમયમાં વર્તતા તે યથાસૂક્ષ્મનિર્ગથ. આ નિર્ચથનાં ભેદે અમુક વિવક્ષાને આધીન છે. पाविजइ अट्ठसयं खवगाणुवसामगाण चउपन्ना। उक्कोसओ जहन्नेणेको व दुगं व तिगमहवा ।।७२७॥ ઉત્કટથી પક એકસે આઠ (૧૦૮) અને ઉપશામક ચેપન (૫૪) હોય છે. જઘન્યથી એક, બે અથવા ત્રણ હોય છે. ' ઉપશાંતમહી અને ક્ષીણમેહી આત્માઓ એક એક સમયમાં કેટલા હોય છે, તે કહે છે. એક સમયે સાથે પ્રવેશ કરેલ ક્ષીણમેહી આત્માઓ ઉત્કૃષ્ટથી એક આઠ (૧૦૮) હોય છે અને ઉપશામક આત્માઓ ઉત્કૃષ્ટથી ચેપન (૫૪) હોય છે. જઘન્યથી તે ક્ષાયક અને ઉપશામક એક, બે અથવા ત્રણ હોય છે. આને ભાવાર્થ એ છે કે, ક્ષીણમેહી આત્માઓ ક્યારેક હોય છે, તે ક્યારેક નથી પણ હતા. કારણ કે ક્ષપકશ્રેણીનું ઉત્કૃષ્ટથી છ મહિનાનું અંતર હોવાથી સતત એમની વિદ્યમાનતા હતી નથી. માટે જ્યારે હોય, તે એકી સાથે એક સમયમાં ક્ષપકશ્રેણીમાં જઘન્ય એક વગેરેથી લઈ ઉત્કૃષ્ટથી ૧૦૮ ને જ પ્રવેશ થાય છે. વધારે નહીં. ગાથામાં એક સમયમાં એકી સાથે પ્રવેશેલ આત્માઓને આયિને જણાવ્યું છે. જુદા જુદા સમયે પ્રવેશેલ આશ્રયિ ઉત્કૃષ્ટથી
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy