SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩. બકુશ ४०७ વડે જીવનાશનો ઉપયોગ કરનારા અથવા જ્ઞાન વગેરેના અતિચાર સેવવા વડે સમસ્ત સંયમના સારનો નાશ કરી ડાંગરના ફેતરાની જેમ નિઃસાર ચારિત્રવાળા જે હોય તે પુલાક કહેવાય. તે પુલાલબ્ધિ અને સેવાના આસેવન વડે બે પ્રકારે છે. લબ્ધિપુલાક અને સેવાપુલાક. લબ્ધિ પુલાક - ઈન્દ્રની ઋદ્ધિ સમાન સમૃદ્ધિને બનાવવાની લબ્ધિ વિશેષથી યુક્ત હોય તે લધિપુલાક. કહ્યું છે કે, સંઘ વગેરેના કાર્ય ઉત્પન્ન થયે, જેઓ ચક્રવતિને પણ ચૂરી નાંખવાની લબ્ધિથી યુક્ત હોય, તે લબ્ધિપુલાક જાણવા. બીજા આચાર્યો કહે છે કે જે આસેવનથી જ્ઞાનપુલાક હોય તેને જ આવા પ્રકારની લબ્ધિ હોય છે. તે જ લબ્ધિ પુલાક છે. તેના સિવાય બીજે કઈ હોતું નથી. ૧. સેવાપુલાક – જ્ઞાનપુલાક, દર્શન પુલાક, ચારિત્રપુલાક, લિંગ પુલાક, યથાસૂમપુલાક–એમ સેવાપુલાક પાંચ પ્રકારે છે. ૧. તેમાં ખલિત, મિલિત વગેરે અતિચારે વડે જ્ઞાનાશ્રય આત્માને જે અસાર કરે, તે જ્ઞાન પુલાક. ૨. એ પ્રમાણે કુદષ્ટિનું સંસ્તવ કરવા દ્વારા દર્શન પુલાક. ૩. મૂળગુણ અને ઉત્તરગુણમાં અતિચાર લગાડવા વડે ચારિત્ર વિરાધવાથી ચારિત્રપુલાક. ૪. યક્ત સાધુના લિંગને એટલે સાધુવેષને વધારે એ કરનાર અને નિષ્કારણ અન્ય લિંગ કરનાર લિંગપુલાક. ૫. કંઈક પ્રમાદથી મન વડે અકપ્ય ગ્રહણ કરવાથી યુથાસૂમ પુલાક. બીજા ગ્રંથમાં આ પ્રમાણે પણ કહ્યું છે કે, ઉપરના જ્ઞાન આદિ ચારેમાં જે થેડી શેડી વિરાધના કરે તે યથાસૂમ પુલાક. (૭૨૩) ૨. બકુશउवगरणसरीरेसुं बउसो दुविहो दुहावि पंचविहो । आभोग १ अणाभोए २ संवुड ३ अस्संबुडे ४ सुहुमे ५ ॥७२४।। ઉપકરણું અને શરીર વિષયક બકુશ-બે પ્રકારે હોવા છતાં પણ ૧. આગ, ર. અનાગ, ૩. સંવૃત્ત, ૪. અસંવૃત્ત, અને ૫. સુક્ષ્મએમ પાંચ પ્રકારે છે. (૭ર૪) બકુશ, શબલ, કબુર એટલે કાબરચિતરે–આ બધા બકુશના પર્યાય છે. આવા પ્રકારનું ચારિત્ર અતિચારના કારણે શુદ્ધિ અને અશુદ્ધિ વડે મિશ્રિત હોવાથી બકુશચારિત્ર છે. તે ચારિત્ર ઉપકરણવિષયક અને શરીરવિષયક-એમ બે પ્રકારે હેવાથી ઉપકરણબકુશ અને શરીરબકુશ કહેવાય છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy