SearchBrowseAboutContactDonate
Page Preview
Page 397
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૮ પ્રવચનસારોદ્ધાર પ્રશ્નઃ દેશનત્રિકનો ક્ષય થયા પછી, તે આમ સમ્યગદષ્ટિ કહેવાય કે અસમ્યગદષ્ટિ? ઉત્તરઃ સમ્યગદષ્ટિ કહેવાય. પ્રશ્નઃ સમ્યગદર્શન (મેહનીય)ના અભાવમાં તે સમ્યગ્દષ્ટિપણું ઘટતું નથી. ઉત્તરઃ આ વાત બરાબર નથી, કારણ કે અહીં મિથ્યાત્વ–મેહનીયના દળિયા, મિણ વગરના થયેલા કેદરાની જેમ દૂર થવાથી સમ્યગ્દર્શનરૂપે થયેલ છે. આ જ સમ્યગ્દર્શનરૂપે થયેલ દળિયાને ક્ષય થાય છે. આથી આત્મપરિણતિ સ્વભાવરૂપ, તવાર્થ શ્રદ્ધા લક્ષણવાળું સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પણ એને ક્ષય થતો નથી. જેમ આંખ પરથી ચીકણું સફેદ પડલ (મેતી) દૂર થવાથી મનુષ્યની દૃષ્ટિ વિશુદ્ધતર થાય છે. તેમ સમકિતનેહનીય દૂર થવાથી સમ્યગ્દર્શન થાય છે. હવે જે અબદ્ધાયુ હોય અને ક્ષપકશ્રેણને પ્રારંભ કરે, તે દર્શનસપ્તકને ક્ષય કરી, નિયમા ચડતા પરિણામે ચારિત્રમેહનીય ખપાવવા માટે પ્રયત્ન કરે છે. અને ચારિત્રમોહનીયને ખપાવવા માટે પ્રયત્ન કરતે યથાપ્રવૃત્તાદિ ત્રણ કરણે કરે છે. તે આ પ્રમાણે યથાપ્રવૃત્તકરણ અપ્રમત્તગુણસ્થાનકે, અપૂર્વકરણ અપૂર્વકરણગુણસ્થાનકે અને અનિવૃત્તિકરણ અનિવૃત્તિબાદરસિં૫રાયગુણસ્થાનકે કરે છે. તેમાં અપૂર્વકરણમાં સ્થિતિઘાત વગેરેથી અપ્રત્યાખ્યાનાવરણ અને પ્રત્યાખ્યાનાવરણ નામના આઠ કષાયેને એવી રીતે ખપાવે કે જેથી અનિવૃત્તિકરણ ૧અદ્ધા પ્રથમ સમયે તે પલ્યોપમના અસંખ્યય ભાગ માત્ર સ્થિતિના થાય છે. અને અનિવૃત્તિકરણઅદ્ધાના સંખ્યય ભાગો ગયા પછી થીણદ્વિત્રિક, નરકગતિ, તિર્યંચગતિ, નરકાનુપૂર્વી, તિર્યંચાનુપૂર્વી, એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જાતિ, સ્થાવર, આતપ, ઉદ્યોત, સૂક્ષમ, સાધારણ આ સેળ પ્રકૃતિઓને ઉદ્વલના સંક્રમ વડે ઉકલના કરતા-કરતા પલ્યોપમને અસંખ્યય ભાગ પ્રમાણ સ્થિતિ થાય છે. તે પછી તે સોળ કર્મ પ્રકૃતિઓને બંધાતી પ્રકૃતિમાં ગુણસંક્રમ વડે દરેક સમયે સંક્રમાવતો સંપૂર્ણપણે ક્ષય કરે છે. અહીં વચ્ચે જ અપ્રત્યાખ્યાન અને પ્રત્યાખ્યાનાવરણ–આઠ કષાય કે, જે પૂર્વમાં ખપાવવા માટે આરંભ કર્યો હતો. જેને હજુ સુધી ક્ષય થ ન હતું, તેની વચ્ચે જ પૂર્વોક્ત સેળ પ્રકૃતિએને ખપાવે છે. પછી તે આઠ કષાયોને પણ અંતર્મુહર્ત કાળમાં ખપાવે છે–એ સૂત્રાદેશ છે. બીજા આચાર્યો તે એમ કહે છે, કે પહેલા તે સોળ કર્મો જ ખપાવવાને આરંભ કરે છે. અને વચ્ચે તે ફક્ત આઠ કષાયને ખપાવે છે. પછી સેળ પ્રકૃતિઓને . ૧. કાળ
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy