SearchBrowseAboutContactDonate
Page Preview
Page 395
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬ પ્રવચનસારોદ્ધાર ૧. વજઋષભનારા નામે પહેલું સંઘયણ, ૨. સમચતુરસ પહેલું સંસ્થાન અને અંતમુહૂર્તમાં ચદપૂર્વને ઉપગ દ્વારા જે અનુપ્રેક્ષણ–આ ત્રણ પદાર્થોને પણ છેલ્લા ચંદપૂર્વી સ્થૂલભદ્રસ્વામિ સ્વર્ગ ગયા બાદ વિચ્છેદ થયે છે. કહ્યું છે કે, સ્થૂલભદ્રસ્વામી કાળધર્મ પામ્યા બાદ પ્રથમ સંઘયણ, પ્રથમ સંસ્થાન અને ચૌદપૂર્વને અંતમુહૂર્તમાં ઉપયોગ-એ ત્રણ પદાર્થો વિચ્છિન્ન થયા. (૬૯૩) ૮૭. ક્ષપકશ્રેણું अण मिच्छ मीस सम्मं अट्ठ नपुंसित्थीवेय छकं च ।। વેરું જોહાવિ સંકળ | કષ્ટ છે [કાવ. નિ. ૨૨] અનંતાનુબંધી ચાર, મિથ્યાત્વ, મિશ્ર અને સમ્યક્ત્વ, મેહનીય, આઠ કષાય, નપુંસક અને સ્ત્રીવેદ, હાસ્યષટક, પુરુષવેદ, તથા સંવનના ક્રોધાદિ ચારને ખપાવે છે. ' ક્ષપકશ્રેણી સ્વીકારનાર આત્મા આઠ વર્ષની ઉપરની ઉંમરનો, વજાઋષભનારાચસંઘયણ યુક્ત, શુદ્ધ ધ્યાનમાં મનને પરેવેલ, અવિરત, દેશવિરત, પ્રમત્ત, અપ્રમત્ત સંયતરૂપ કેઈપણ ગુણઠાણે રહેલ હોય તે આત્મા ક્ષપકશ્રેણી સ્વીકારે છે. અને તેમાં જે અપ્રમત્ત સંયત પૂર્વ ધર હોય તે શુધ્યાન યુક્ત અને બાકીના ધર્મધ્યાન યુક્ત હોય છે. આમાં પહેલા અનંતાનુબંધીની વિસંયેજના કહેવામાં આવે છે. યથાસંભવ , વિશુદ્ધ પરિણામ યુક્ત અને સર્વ પર્યાપ્તિએ પર્યાપ્ત એવા ક્ષાયે પશમિકસમ્યગ્દષ્ટિ ચારે ગતિના દેશવિરત તિર્યંચ તથા મનુષ્ય અને સર્વવિરતિધર મનુષ્ય, અનંતાનુબંધીના ક્ષય માટે યથાપ્રવૃત્તકરણ, અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ નામના કરણ કરે છે. કરણની બધી હકીકત તો કમ્મપડિ વગેરે ગ્રંથોમાંથી જાણી લેવી. અનિવૃત્તિકરણ કરેલ આત્મા અનંતાનુબંધીની સ્થિતિને કર્મ પ્રકૃતિમાં કહ્યા પ્રમાણે ઉદ્ધલનાસંક્રમણ વડે નીચેની (છેલ્લી) આવલિકા માત્ર સ્થિતિ છેડી, ઉપરની બધી યે અનંતાનુબંધી સ્થિતિને નાશ કરે છે. અને બાકી રહેલ આવલિકા માત્ર સ્થિતિને સ્તિબુસંક્રમ વડે ભેગવાતી પ્રકૃતિઓમાં સંક્રમાવે છે, આ પ્રમાણે અનંતાનુબંધી ચારે ને ખપાવેલ આત્મા, દર્શનમોહનીયને ખપાવવા માટે યથાપ્રવૃત્તકરણ આદિ ત્રણ કરણો કરે છે. અનિવૃત્તિકરણકાળમાં રહેલ આત્મા દર્શનત્રિકની સ્થિતિ–સત્તાને પલ્યોપમના અસંખ્યય ભાગ પ્રમાણ જેટલી સ્થિતિ-સત્તા રહે. ત્યાં સુધી ઉઠ્ઠલનાસંક્રમ વડે ઉલે છે. તે પછી મિથ્યાત્વના દળિયાને સમકિત અને મિશ્રમેહનીયમાં નાંખે (સંક્રમાવે છે. તે આ પ્રમાણે–
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy