SearchBrowseAboutContactDonate
Page Preview
Page 393
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૪ પ્રવચનસારોદ્ધાર રોગ, તૃણસ્પર્શ, મલ, પ્રજ્ઞા અને અજ્ઞાનપરિષહ. સૂકમસપરાય ગુણસ્થાનકે મેહનીય કર્મ ક્ષેપિત કે ઉપશમિત થયેલ હોવાના કારણે ચારિત્રમેહનીયથી પ્રતિબદ્ધ સાત પરિષહે તેમ જ દર્શનમોહનીય પ્રતિબદ્ધ એક પરિષહ-એમ કુલ આઠ પરિષહો હોતા નથી. છ એટલે આવરણ. તે જેને હોય તે છવસ્થ. સમસ્ત મેહના ક્ષય કે ઉપશમથી નીકળી ગયા છે રાગ-દ્વેષ જેને તે વીતરાગ. છસ્થ વીતરાગ શબ્દથી ઉપશાંત મેહ અને ક્ષીણમેહરૂપ અગ્યારમું અને બારમું ગુણઠાણું લેવાય. આ બે ગુણઠાણે પણ ઉપરોક્ત ચૂદ જ પરિષહ હોય છે. સગી અગી કેવલીજિન તેરમા અને ચાદમાં ગુણસ્થાને છે. તેમને પરિષદના કારણરૂપ વેદનીયકર્મ જ હોવાથી એના સંબંધિત અગ્યાર પરિષહ સુધા, પિપાસા, શીત, ઉષ્ણ, દંશ, ચર્યા, વધ, મલ, શય્યા, રોગ, તૃણસ્પર્શ હોય છે. કારણકે કેવલિઓને વેદનીયકર્મનો સંભવ છે. (૬૯૦) પરિષહનો કાળમાં સમાવતાર - वीसं उक्कोसपए वर्ल्डति जहन्नओ य एक्को य । सीओसिणचरियनिसीहिया य जुगवं न बटुंति ॥ ६९१ ॥ [ उत्तरा. नि. ८२। ઉત્કૃષ્ટથી એક સાથે વીશ પરિષહો હોય છે. અને જઘન્યથી એક પરિષહ એકી સાથે હોય છે. શીત અને ઉણુ તથા ચર્યા અને નૈધિકી આ પરિષહ એકી સાથે હોતા નથી. પ્રશ્ન–એક જીવને એકી સાથે આ પરિષહમાંથી ઉત્કૃષ્ટ અને જઘન્ય કેટલા હોય છે? ઉત્તર-એક જીવમાં ઉત્કૃષ્ટથી એકી સાથે વીસ અને જઘન્યથી એક જ પરિષહ હોય છે. ' . ' પ્રશ્ન-ઉત્કૃષ્ટથી એકી સાથે બાવીસ પરિષહ કેમ નથી હતા? ઉત્તર-શીત અને ઉષ્ણ તેમ જ ચર્યા અને નૈધિકી આ પરિષહ એક જ સમયે એક જગ્યાએ પરસ્પર વિરોધી હોવાના કારણે હોતા નથી. જ્યાં શીત પરિષહ હોય, ત્યાં ઉણપરિષહ ન હોય. અને જ્યાં ઉષ્ણ હોય, ત્યાં શીત ન હોય. “ચર્યાપરિષહ વખતે નૈધિકી ન હોય અને નૈધિકી હોય ત્યાં ચર્યા ન હોય. આ પરિષહ એકી સાથે ન હોવાના કારણે બે પરિષહોનો અભાવ થવાથી ઉત્કૃષ્ટથી પણ બાવીસ પરિષહે એકી સાથે હતા નથી. પ્રશ્ન-નિષેલિકીની જેમ શય્યાને પણ ચર્યાની સાથે વિરોધ કેમ ન થાય? ઉત્તર-નિરોધ બાધા વગેરેના કારણે શય્યામાં અંગનિકા વગેરેને સંભવ હોવાથી ચર્યાની સાથે વિરોધ આવતો નથી. જ્યારે નધિકી તે સ્વાધ્યાય વગેરેની જગ્યાએ સ્થિરતામાં જ જણાવી છે. માટે તેને જ ચર્યાની સાથે વિરોધ છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy