SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ પ્રવચનસારોદ્ધાર ૨૦ પ્રજ્ઞાજેના વડે વસ્તુતવ જણાય તે પ્રજ્ઞા એટલે વિશિષ્ટ બુદ્ધિ, તેને જે પરિષહ, તે પ્રજ્ઞા પરિષહ. ઘણી સારી બુદ્ધિને વિકાસ થયેલ હોય તે અભિમાન ન કરે. પ્રજ્ઞા પ્રતિપક્ષીપણુ એટલે નિબુદ્ધિપણુથી પરિષહ થાય છે. હું કંઈ જ જાણતા નથી. હું મૂર્ખ છું, બધાથી પરાભવ પામું છું-એમ સંતાપ પામેલે તે પોતે “આ કર્મવિપાક છે.” એમ માની તે સંતાપ ન કરે. તે તે પરિષહને જય કર્યો કહેવાય. ૨૧. અજ્ઞાન-જે વસ્તુ તત્વ જણાય તે જ્ઞાન. તે શ્રુતજ્ઞાનને જે અભાવ તે અજ્ઞાન, તેને જે પરિષહ તે અજ્ઞાનપરિષહ. “હું આગમ રહિત છું”—એમ મનમાં બેદ ન કરે. એ અજ્ઞાનના પરિષહથી વિરુદ્ધ જ્ઞાનપરિષહ છે. તેમાં “હું સમગ્ર શ્રુતનો પારગામી છું.”—એમ અભિમાન ન કરે. રર. દર્શન-ક્રિયા વગેરે-ભિન્ન-ભિન્ન વાદિઓના વિચિત્ર મત સાંભળવા છતાં પણ, નિશ્ચલ ચિત્તપણે સમ્યકત્વને ધારણ કરતાં જે સહન કરે તે સમ્યહત્વપરિષહ. આવશ્યકમાં અસમ્યકત્વપરિષહ કહ્યો છે. તેની વ્યાખ્યા આ પ્રમાણે છે. હું સર્વ પાપ સ્થાનથી વિરત છું, ઉત્કૃષ્ટ તપસ્વિ છું, નિષ્પરિગ્રહી છું–છતાં પણ ધર્મ-અધર્મ, દેવ-નારક વગેરે ભાવો દેખાતા નથી માટે આ બધુ અસત્ય લાગે છે –એ અસમ્યકત્વપરિષહ. ત્યાં એમ વિચારે છે–પુણ્ય-પાપ, ધર્મ–અધર્મરૂપ કર્મરૂપે પુદ્ગલાત્મક છે. તેથી તેમના કાર્ય જેવાથી અનુમાન દ્વારા જાણી શકાય છે. ક્ષમા, કોઇ વગેરે રૂપ ધર્મ-અધર્મરૂપ પોતાના અનુભવરૂપે આત્મપરિણામ સ્વરૂપ હોવાથી પ્રત્યક્ષ છે. દેવો અત્યંત સુખમાં આસક્ત હોવાથી અને મનુષ્યલેટમાં કેઈ કાર્ય ન હોવાથી તથા દુષમકાળના પ્રભાવથી દષ્ટિગોચર થતા નથી. નારકે હંમેશાં તીવ્ર વેદનાથી દુઃખી થયેલા અને પૂર્વ કૃત દુષ્કર્મના ઉદયરૂપી મજબૂત બંધનથી બંધાયેલા હોવાથી, પરતંત્ર થયેલા અહીં શી રીતે આવે વગેરે વિચારણું કરવાપૂર્વક અસમ્યકત્વપરિષહનો જય થાય છે. સુધા વગેરેથી સમ્યક્ત્વ સુધીના બાવીસ જ પરિષહો છે. બાવીસ પરિષદને સમવતાર (વર્ગીકરણ) વિચારે છે. તે બે પ્રકારે છે. પ્રકૃતિસમવતાર અને ગુણસ્થાનકસમવતાર. તેમાં પ્રકૃતિસમવતારમાં જ્ઞાનાવરણ, વેદનીય, મેહનીય, અંતરાય આ ચાર (મૂળ) પ્રકૃતિમાં બાવીસે પરિષહોનો સમાવેશ થાય છે. (૬૮૫-૬૮૬) પરિષહેનો કર્મમાં સમવતાર : दसणमोहे दंसणपरीसहो पन्नऽनाण पढमंमि । चरमेऽलाभ परीसह सत्तेव चरित्तमोहम्मि ॥ ६८७ ।। अकोस अरइ इत्थी निसीहियाऽचेल जायणा चेव । સાપુરકરે સ રેનિન્કમ છે ૬૮૮ છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy