SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨. પચીશ અશુભ ભાવના ૩૪૯ ૨. સંસક્ત તપ - આહાર, શય્યા, ઉપાધિ વગેરેમાં આસક્તિવાળો (પ્રતિબદ્ધભાવવાળો) થઈ આહાર વગેરે માટે અનશનાદિ તપ કરે, તે સંસક્ત તપ કહેવાય. કહ્યું છે કે “આહાર, ઉપધિ, શય્યા વગેરેમાં જેને ભાવ હંમેશા લાગેલ હોય છે, તે ઉપહત ભાવવાળે. તે તપનું આરાધન તેના માટે જ કરે છે. ૩. નિમિત્તથન – ત્રણ કાળ સંબંધી, લાભ-અલાભ, સુખ-દુઃખ, જીવન મરણ વિષયક નિમિત્તનું જે અભિમાનથી કે અભિનિવેશ (હઠાગ્રહ)થી કહેવું તે નિમિત્તે કહ્યું છે. પૂર્વમાં વર્ણવેલ “ત્રણ પ્રકારના નિમિત્તના એકેકના છ પ્રકાર છે. તેને અભિમાનથી કે અભિનિવેશથી જે જવાબ આપવો તે આસુરીભાવના કહી છે. ૪. નિષ્કપતા- સ્થાવર વગેરે જીવોને અજીવ માનીને દયા વગરને થઈ બીજા કામમાં વ્યાકુળ થવા પૂર્વક જવા બેસવા વગેરેની જે ક્રિયા કરે અને કરીને કોઈને કહેવા છતાં પશ્ચાત્તાપ ન કરે, તે નિષ્કપ કહેવાય, તેને જે ભાવ તે નિષ્કપતા. કહ્યું છે, કે જવા વગેરે ક્રિયામાં આસક્ત થઈને સ્થાવર વગેરે જીવ પર ઘણે નિર્દય અને તેમની હિંસા કર્યા પછી પશ્ચાત્તાપ ન કરે તે નિષ્કપ હોય છે.' ૫. નિરનુકંપતા - દયાપાત્રને કેઈક કારણથી કંપતો જોઈને, ફરપણાના કારણે કઠેર ભાવથી જે અનુકંપાવાળો નથી થતે તે નિરનુકંપ છે. તેને જે ભાવ તે નિરનુકંપત્વ છે. કહ્યું છે કે “જે બીજાને કાંપતે જોઈને કઠીન ભાવના કારણે કંપતે નથી તેને વિતરાગ ભગવંતે નિરનુકંપ કહ્યો છે.” (૬૪૫) ૫ સંમેહી ભાવના :उम्मग्गदेसणा १ मग्गदूसणं २ मम्गविपडिवित्ती य ३ । मोहो य ४ मोहजणणं ५ एवं सा हवइ पंचविहा ॥६४६॥ [पंचाशक १७-२६] (૧) ઉમાદેશના, (૨) માર્ગદૂષણ, (૩) માર્ગવિપત્તિપત્તિ, (૪) મેહ, (૫) મહજનન એ પાંચ પ્રકારની સંમેહી ભાવના થાય છે. (૧) ઉમાદેશના –ષણ આપ્યા વિના પારમાર્થિક જ્ઞાન વગેરેને તેનાથી વિપરીત ધર્મ માર્ગની પ્રરૂપણ કરે, તે ઉન્માર્ગ દેશના. કહ્યું છે, કે “જ્ઞાન વગેરેને અદૂષિત કરતે અને તેનાથી વિપરીત ઉન્માર્ગને ઉપદેશ કરતે ઉન્માર્ગદશક પિતાના અને બીજાના આત્માનું અહિત કરે છે. (૨) માર્ગદૂષણ:-પારમાર્થિક જ્ઞાનદર્શન, ચારિત્ર સ્વરૂપ ભાવમાર્ગને અને તે માર્ગને સ્વીકારેલ સાધુઓને, જે પોતાને પંડિત માનતે એવી પિતાની મતિ ક૯પનાથી કલ્પેલા જાતિ વગેરે દૂષણોથી કદર્શિત કરે, તે માર્ગદષણ. કહ્યું છે, કે જે અબુધ (મૂખ) જ્ઞાનાદિ ત્રિકરૂપ માર્ગને અને તે માર્ગ સ્વીકારેલાને જાતિ દ્વારા દૂષણ આપે છે, તે માર્ગદૂષણ કહેવાય.”
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy