SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૮. પરિણાવિશુદ્ધિ તપ ૩૨૫ ૧. પર્યકાસને કાર્યોત્સર્ગમાં રહીને કે પગ ઉપાડ્યા અને મૂક્યા વગર આકાશમાં ગમન કરનાર આકાશગામીઓ. ૨. વાવ, સમુદ્ર, નદી વગેરેના પાણીમાં અકાય છને વિરાધ્યા વગર પગ ઉઠાવવા અને મૂકવામાં કુશળ એવા પાણીમાં જમીનની જેમ ચાલનારા જલચારી મુનિઓ. ૩. જમીન ઉપર ચાર આંગળ પ્રમાણ આકાશમાં અદ્ધર જંઘા મૂકવા, ઉઠાવવામાં નિપુણ જંઘાચારણ મુનિઓ. ૪. જુદા જુદા પ્રકારના ઝાડે, વેલડીઓ, ગુચ્છાઓ, ફૂલે વગેરેને આધાર લઈ (વનસ્પતિ) ફૂલના જીવોને વિરાધ્યા વગર ફૂલના સમૂહ પડલને આધાર લઈ ચાલનાર પુષ્પચારણ મુનિઓ. - પ. ચારસે જન ઊંચા નિષધ, નીલવંત પર્વતની ટંકછિન્ન શ્રેણીને પકડી, ઉપર અથવા નીચે પગ મૂકવા પૂર્વક ઉતરવા ચડવામાં કુશલ તે શ્રેણચારણ. ૬. અગ્નિની શિખા (ક્વાલા)ને પકડી તેઉકાય છને વિરાધ્યા વગર, અને પોતે બળ્યા વગર ચાલવામાં કુશળ તે અગ્નિ શિખાચરણ, ૭. ઉપર અથવા તિચ્છ જતી ધુમાડાની સેરને પકડી અખ્ખલિતપણે ગમન કરનાર ધુમ્રચારણ. ૮. કુન્જ (નાના)વૃક્ષની વચ્ચેના આકાશ પ્રદેશમાં કુન્જ (નાના) ઝાડ વગેરેને લાગેલા કરોળિયાના જાળાના આલંબનથી પગ ઉપાડવા મૂકવા સમર્થ અને કરોળિયાની જાળના તંતુને તેડ્યા વગર જનારા મર્કટતંતુ ચારણ. ૯ સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા વગેરે કઈપણ જતિષિના કિરણના સંપર્કથી જમીન ઉપર ચાલે તેમ આકાશમાં ચાલનારા જતિશિમચારણ. ૧૦. સામે વાયુ હોય, અનુકૂળ વાયુ હોય, જુદી જુદી દિશાઓ કે ખૂણામાં વાતે વાયુ હોય, તેની પ્રદેશ શ્રેણીને પકડી અખલિત ગતિએ પગ મૂકવાપૂર્વક ગતિ કરે, તે વાયુચારણે. ૧૧. નીહાર (ધૂમ્મસ) નો આધાર લઈ અપકાય જીવોને વિરાધ્યા વગર અસંગતિ (સંઘટ્ટો કર્યા વિના) પૂર્વક ચાલનાર નિહારચારણ. એ પ્રમાણે બીજાને પણ જલદ (વાદળ) ચારણ, અવશ્યાય (ઝાકળ) ચારણ, ફલ ચારણ જાણવા. (૬૦૦-૬૦૧) ૬૮. પરિહારવિશુદ્ધિ તપ परिहारियाण उ तवो जहन्न मज्झो तहेव उक्कोसो । सीउण्हवासकाले भणिओ धीरेहिं पत्तेयं ॥ ६०२ ॥ ધીર પુરુષોએ પરિહારિકેને જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ તપ શિયાળ, ઉનાળો અને ચેમાસાને અનુલક્ષીને કહ્યું છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy