SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૦ પ્રવચનસારોદ્ધાર પ્રભાતે ઉપધિમાં પહેલા મુહપત્તિ, પછી રજોહરણ, પછી અંદરનું નિશથીયું, પછી બહારનું નિશથીયું (ઘારીયું) પછી ચોલપટ્ટો, પછી ત્રણ કલ્પ, ઉત્તરપટ્ટો, સંથારે, દાંડે. આ ક્રમ છે. બાકીના બધે ઉત્કમ છે. સૌથી પહેલા આચાર્યની પછી પરિજ્ઞાની (અનશનીની), તે પછી ગ્લાનની, તે પછી શૈક્ષકની બીજી રીતે કરે તે ઉત્ક્રમ કહેવાય. (૫૯૧) બીજી પડિલેહણા – उवगरणचउद्दसगं पडिलेहिज्जइ दिणस्स पहरतिगे । उग्घाडपोरिसीए उ पत्तनिज्जोगपडिलेहा ॥ ५९२ ॥ દિવસના ત્રીજા પ્રહરે ચૌદ ઉપકરણે પડિલેહે. ઉઘાડા પિરિસિ વખતે પાત્ર નિયોગ પડિલેહે. દિવસનો ત્રીજો પ્રહર પૂરો થયા પછી, વિરકલ્પિની ઓધિકઉપકરણરૂપ ચૌદ ઉપકરણોને પડિલેહે. તેમાં પ્રથમ મુહપત્તિ, પછી ચલપટ્ટો, તે પછી ગુચ્છો, ચરવળી, પાત્રબંધન (ઝેળી), પડલા, રજસાણ, પાત્ર સ્થાપન, માત્રક, પાત્રા, રજોહરણ ત્રણ કલ્પ-આ ચૌદ ઉપકરણની પડિલેહણ પછી બાકીની બીજી ઔપગ્રહિકઉપધિની પણ પડિલેહણ કરી લેવી. (૫૯૨) ત્રીજી પડિલેહણ: ઉગ્વાડા પિરિસિમાં સાત પ્રકારના પાત્ર નિર્યોગની પડિલેહણ હોય છે. તેમાં પ્રથમ આસન પર બેસી મુહપત્તિ પડિલેહી ગુચ્છાની પડિલેહણ કરે, પછી પડલા, પાત્ર કેસરીકા (ચરવળી), ઝેળી, રજસ્ત્રાણ, પાત્રા તે પછી પાત્ર સ્થાપન–આ પ્રમાણે પડિલેહણા વિધિ છે. વિસ્તારના ભયથી વધુ નથી લખતા. વિસ્તૃત વિધિ ઓઘનિર્યુક્તિપંચ વસ્તુ વગેરેથી જાતે જાણી લેવી. (૧૨) पडिलेहिऊण उवहिं गोसंमि पमज्जणा उ वसहीए । अवरण्हे पुण पढम पमज्जणा तयणु पडिलेहा ॥ ५९३ ॥ સવારે મુહપત્તિ વગેરે પૂર્વોક્ત ઉપધિને પડિલેહે, તે પછી સાધુને રહેવાની વસતીનું ઉપગવંત સાધુ પડિલેહણ કરે. બપોરે પહેલાં વસતીનું પ્રમાર્જન પછી ઉપધિનું પડિલેહણ કરે. (૫૯૩) दोनि य पमज्जणाओ उउंमि वासासु तइय मज्झण्हे । वसहि बहुसो पमज्जण अइसंघट्टऽनहिं गच्छे ॥ ५९४ ॥ હતુબદ્ધકાળમાં બે વખત વસ્તીનું પ્રમાર્જન અને વર્ષારાતુમાં મધ્યાહન કાળે ત્રીજી વખત પ્રમાર્જન હોય છે. તથા ગડતુબદ્ધ કાળે
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy