SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬. ચરણસિત્તરી ૩૧૭ આસન એટલે અસ્તવ્યસ્ત લાકડાની જેમ સુવું તે, તેવી રીતે સુઈને, જેમ માથું અને પગની પાની જમીનને અડેલા હોય અથવા પગની પાની અને માથુ અદ્ધર હોય, તે લંગડશાયી કહેવાય. દંડ એટલે લાકડાની જેમ પગ લાંબે કરીને જમીન પર પડેલ હોય, તે દંડાયત કહેવાય. આ પ્રમાણે રહી દેવતાઈ વગેરે ઉપસર્ગોને સહન કરે. (૫૮૪) __तच्चावि एरिसच्चिय नवरं ठाणं तु तस्स गोदोही । वीरासणमहवावि चिट्ठिजा अंबखुज्जो वा ॥५८५॥ સાત રાત દિવસની દશમી પ્રતિમા પણ ઉપર પ્રમાણે જ છે. પરંતુ તે ગોદહિકા, વીરાસન કે કેરીના જેવા વક આકારવાળા આસને બેસે. ઉપરોક્ત તપ, પારણા, પ્રામાદિ બહાર નિવાસ સ્થાનની સામ્યતાવાળી પ્રથમ સાત રાત્રિ દિવસની પ્રતિમાની સમાન દશમી પ્રતિમા પણ સાત રાત્રિ દિવસના પ્રમાણની છે. પરંતુ શરીરના આસનમાં તફાવત છે. તે પ્રતિભાધારીએ ગાયને દોહતી વખતે જેમ ગુદા અને પાની (એડી) ભેગા થઈ જાય અને પગના આગળના આંગળા પર બેઠા હોય-એવી રીતે બેસવું તે ગોહિક આસન કહેવાય. વીર એટલે મજબૂત સંઘયણવાળાનું જે આસન તે વીરાસન. જમીન પર પગ ટેકવીને સિંહાસન પર બેઠા હોય અને પછી સિંહાસન લઈ લેવાય, તે વખતે સ્થિર રહેવાનું જે આસન હોય, તે વીરાસન. અથવા ડાબો પગ જમણું સાથળ પર અને જમણે પગ ડાબા સાથળ પર હોય અને નાભિ આગળ ડાબા હાથની હથેલી (તળિયા) પર જમણા હાથની હથેળી રાખવામાં આવે તે વીરાસન અથવા આમ્રકુન્જ એટલે આંબાના ફળની જેમ વાંકા આસને રહે. એમ ત્રણ સાત રાત-દિવસની પ્રતિમાઓ એકવીસ દિવસે પૂરી થાય. (૫૮૫) एमेव अहोराई छर्टी भत्तं अपाणगं नवरं । गामनगराण बहिया वग्धारियपाणिए ठाणं ॥ ५८६ ॥ एमेव एगराई अट्ठमभत्तेण ठाण बाहिरओ । ईसीपब्भारगए अणिमिसनयणेगदिट्ठीए ॥ ५८७ ॥ ઉપરોક્ત રીતે જ અગ્યારમી અહારાત્રિકી પ્રતિમા હોય છે. પરંતુ તપમાં ચોવિહાર છઠ્ઠ કરવાનું હોય છે. ૧. છ ભજન ત્યાગરૂપ છઠ્ઠ એટલે બે ઉપવાસના ચાર ભજન અને આગળ પાછળના એકાસણુનાં એક એક ભજનને ત્યાગ હોવાથી છ ભજન ત્યાગ કહેવાય. તે છઠ્ઠ; પાણીના ત્યાગરૂપ ચૌવિહાર હોય છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy