SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬. ચરણસિત્તરી ૨૯૭ ફેંકવા વડે વાયુકાયો નાશ. ચિભડા વગેરેને છેદવાથી વનસ્પતિકાયનો નાશ, ખાટલા, માંચા વગેરેમાં માંકડને મારવાથી ત્રસકાયને નાશ કરતી દાતારખાઈ આપે, તેં ન ખપે. 29. સપ્રત્યયાય –જેમાં ઉપદ્રવને સંભવ હોય તે અપાય. તે અપાયે તિરચ્છ, ઉપર અને નીચેના–એમ ત્રણ પ્રકારે છે. ગાય વગેરે પ્રાણીઓ વડે તિચ્છ અપાય થાય. બારણાની બારશાખનાં લાકડા વગેરે વાગવાથી ઉદર્વ અપાય. સાપ, કાંટા વગેરેથી અર્ધઅપાય છે. આ રીતે ત્રણે અપામાંથી કેઈપણ અપાયને બુદ્ધિ વડે કલ્પી (વિચારી) ત્યાંથી ભિક્ષા ન લે. અહીં છજીવનિકાયને સંઘટ્ટો કરતા કે વિનાશ કરતા આપે તેમાં તથા સપ્રત્યપાયમાં અપવાદ નથી, તેથી તે રીતે આપે, તે બિલકુલ ન જ ખપે બાકીના દાયકામાં અપવાદ બતાવ્યા જ છે. બીજા પણ દાયક દેશે જાતે શાસ્ત્રાંતરથી વિચારી ત્યાગ કરવા. ૭. ઊંમિશ્ર -સચિત્ત સાથે મિશ્રિત તે ઉમ્મિશ્ર. કેઈક ગૃહસ્થ આ વસ્તુ સાધુને આપવા માટે થોડી છે એમ વિચારીને, શરમથી જુદી જુદી બે વસ્તુ મેળવવામાં સમય લાગશે –એમ ઉત્સુકતાથી વિચારીને, બે વસ્તુ મેળવવાથી મીઠી થશે એમ વિચારીને ભક્તિથી, આમને સચિત્ત ભક્ષણનો નિયમ ભાંગે એમ વિચારીને શત્રુતાથી અથવા અનુપયોગથી સાધુઓને કલ્પનીય રૂપ ઉચિત પૂરણ વગેરે અથવા સાધુઓને અકલ્પનીય અનુચિત કરમદા-દાડમના દાણા વગેરે વડે મિશ્રિત કરીને જે આપે, તે ઉન્મિશ્ર. અહીં કલ્પ્ય અકલ્પરૂપ બંને વસ્તુ મેળવીને જે આપે, તે ઉત્મિશ્ર. સંહરણ વાસણમાં રહેલા અદેય વસ્તુને બીજી છાબડી વગેરેમાં સંહરીને આપવું તે સંહત-એમ ઉન્મિશ્ર અને સંહતને ભેદ છે. ૮, અપરિણુત –અપ્રાસુક એટલે અચિત્ત ન થયેલ છે. તેમાં સામાન્યથી દ્રવ્ય અને ભાવ-એમ બે પ્રકાર છે. આ બંનેના પણ દાતા વિષયક અને ગ્રહણ કરનાર વિષયક–એમ બે પ્રકાર છે. દ્રવ્યરૂપે અપરિણત એટલે પૃથ્વીકાય વગેરે સજીવ સ્વરૂપે હોય તે, પરિણત એટલે જે અચિત્ત થયેલ હોય તે; તે પૃથ્વીકાય વગેરે દાતાના કબજામાં હોય, તે દાતૃવિષયક અને ગ્રાહકના કબજામાં હોય તે ગ્રાહકવિષયક. ભાવવિષયક –બે અથવા ઘણી વ્યક્તિ જે દેય પદાર્થના માલિક હોય, તેમાંથી કઈક એકને દાન આપે એવો ભાવ થાય અને બીજાઓને ન થાય-એ ભાવથી દાતૃ વિષયકઅપરિણત. અહીં સાધારણ અનિસૃષ્ટદોષમાં દાતા પક્ષમાં હોય છે. દાતૃભાવઅપરિણતમાં દાતા હાજર હોય છે -એમ બંને વચ્ચે તફાવત છે. સંઘાટકરૂપે બે સાધુઓ ગૃહસ્થને ત્યાં ગોચરી માટે ગયા હોય, તેમાં એક સાધુને લેવા ગ્ય અશનાદિને શુદ્ધ છે –એમ મનમાં લાગ્યું હોય એટલે પરિણમ્યું હોય અને બીજા સાધુને ન પરિણમ્યું હોય, તે ગ્રાહકવિષયકભાવા પરિણત છે. આ સાધુને ન ખપે, શંકત હોવાથી અને ઝઘડા વગેરે દેષને સંભવ હોવાથી. ૩૮
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy