SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારોદ્ધાર તથા અતિગરમ જે શેરડીનો રસ અપાય, તે જે વાસણમાં લેવાય તે વાસણ ગરમ થઈ જવાથી વહેરનાર સાધુને હાથ બળે–આ રીતે આત્મ વિરાધના. જે વાસણ વડે દાત્રી આપે, તે વાસણ અતિગરમ હોવાથી તે દાતાર બાઈ પણ દાઝે. અતિગરમ શેરડીના રસ વગેરેને આપતા દાતાર બાઈ તકલીફપૂર્વક આપી શકે. કષ્ટપૂર્વક આપવાથી ગમે તે રીતે સાધુના પાત્રમાંથી બહાર રસ વગેરે પડવાથી અપાતે શેરડીને રસ બગડે અને સાધુનું પાત્ર (ફૂટે) બગડે. ઉપાશ્રયમાં લાવવા માટે સાધુએ ઉપાડેલ પાત્રુ અતિગરમ હોવાથી, જમીન પર પડવાથી ફૂટી જાય કે દાતાબાઈએ આપવા માટે હાથા વગનો ડે લીધે હોય તો તે પણ અતિગરમ હવાથી હાથમાંથી છટકી જવાના કારણે જમીન પર પડવાથી ફૂટી જાય તેથી છ જવનિકાયની વિરાધના અને સંયમ વિરાધના થાય છે. માટે અતિઉણ નહીં, એમ કહ્યું છે. ૪. પિહિતક-સચિત્તવડે ઢાંકવું તે પિહિત. તે પૃથ્વીકાય વગેરેના છે ભેદે છે અને તે છ ભેદ પણ અનંતર અને પરંપર-એમ બે પ્રકારે છે. ૧. સચિત્તપૃથ્વીકાય વડે માંડ વગેરેને ઢાંકવું તે સચિત્તપૃથ્વીકાય-અનંતરપિહિત. સચિત્ત પૃથ્વીકાયરૂપ પિઠર વચ્ચે રાખીને ઢાંકવું, તે સચિપૃથ્વીકાયપરંપરપિહિત. ૨. બરફ વગેરે સચિત્ત અષ્કાય વડે માંડા વગેરેને ઢાંકવું તે સચિત-અષ્કાય-અનંતરપિહિત. બરફ વગેરે જેમાં રહેલા હોય તેવા ઢાંકણુ વગેરે વડે ઢાંકવું તે સચિત્તઅપકાયપરંપરપિહિત. ૩. થાળી વગેરેમાં સંદિમ પદાર્થ વગેરે વચ્ચે અંગારા મૂકીને હિંગ વગેરેને વઘાર જ્યારે અપાય, ત્યારે તે અંગારા વડે કેટલાક સંદિમને પણ સ્પર્શ થયેલ હોય છે, તે તેજસ્કાયઅનંતરપિહિત. એ પ્રમાણે મુમુર–અંગારા વગેરેમાં નાખેલ ચણા, મમરા વગેરે પણ અનંતરપિહિત જાણવું. અંગારા ભરેલ શરાવડા તથા ઢાંકેલ તાવડી વગેરે તે પરંપરપિહિત. ૪. અંગારાના ધૂમાડા કે ધૂપ વગેરે સીધે અડતું હોય, તે અનંતરવા સુપિહિત -જાણવું. કેમકે જ્યાં અગ્નિ હોય ત્યાં વાયુ હોય છે. એવા પ્રકારના વચનથી વાયુઅનંતરપિહિત જાણવું. વાયુ ભરેલ મશક વગેરેથી ઢાંકેલ હોય, તે પરંપર પિહિત. ૫. ફળ વગેરેના સીધા સંપર્ક પૂર્વક ઢાંકેલ તે વનસ્પતિ અનંતરપિહિત. ફળ ભરેલ છબડી વગેરે વડે ઢંકાયેલ પરંપરપિહિત. ૬. માંડા-લાડુ વગેરે ઉપર ચાલતી કીડીની હાર વગેરે ત્રસઅનંતરપિહિત. કીડી વગેરેથી ઘેરાયેલ શરાવડા વગેરેથી ઢાંકેલ તે ત્રસપંરપરપિહિત. આમાં પૃથ્વીકાય વગેરે અનંતરપિહિત તે સાધુને સંઘટ્ટા વગેરે દેષના કારણે ન ખપે. પરંપરપિહિત તે યતનાપૂર્વક લઈ શકાય. અચિત્ત દેય વસ્તુ અચિત્ત વસ્તુથી ઢાંકેલ હોય તેની ચતુર્ભગી આ પ્રમાણે થાય છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy