SearchBrowseAboutContactDonate
Page Preview
Page 296
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬. ચરણસિત્તરી ૨૭૭, અંતરાયદોષ થાય અને સાધુને રાજાની રજા વગર લેવાથી અદત્તાદાનનો દોષ લાગે. અને હાથીના દેખતા તો મહાવતના ભાગનું પણ ન લેવું. કેમકે હાથી સચેતન (બુદ્ધિશાળી) છે. તેથી મારા ખાવામાંથી આ સાધુ ભિક્ષા લે છે એ પ્રમાણે વિચારી ક્યારેક ગુસ્સે થયેલ તે રસ્તે ફરતા ઉપાશ્રયમાં સાધુને જોઈ તેમના ઉપાશ્રયને તેડી નાંખે કે સાધુને પણું ગમે તે રીતે મારી નાંખે. ૧૬. અધ્યવપૂરક - અધિ એટલે વધારે. અવપૂરણ એટલે ભરવું, ઉમેરવું. પિતાના લાભ માટે આપેલ ઉપાશ્રય વગેરેમાંથી સાધુને આવેલા જાણી, તેમના લાયક ભોજન બનાવવા માટે અધિક ઉમેરવું તે અધ્યવપૂરક. તે અધ્યવપૂરકથી યુક્ત જે ભજન પણ અધ્યવપૂરક કહેવાય. ૧. તે સ્વગૃહ્યાવર્થિકમિશ્ર, ૨. સ્વગૃહસાધુમિશ્ર, ૩. સ્વગૃહપાખંડમિશ્ર-એમ ત્રણ પ્રકારે છે. ' સ્વગૃહશ્રમણમિશ્ર તે સ્વગૃહપાખંડમિશ્રમ અંતર્ગત છે માટે જુદું કહ્યું નથી. યાવર્થિક વગેરેના આવવા પહેલા ચૂલા સળગાવો, તપેલીમાં પાણી ગરમ કરવું વગેરે આરંભ પોતાના માટે કર્યો હોય અને પછી યથા સંભવ યાવર્થિક વગેરે ત્રણમાંથી કોઈપણ આવે, ત્યારે તેના માટે વધારે ભાત વગેરે ઉમેરે તે આ અધ્યવપૂરક કહેવાય. પ્રશ્ન – અધ્યવપૂરક અને મિશ્રજાતમાં શું ભેદ છે? ઉત્તર:- મિશ્રજાતદોષ પહેલેથી યાવદર્થિક વગેરે સાધુના માટે તેમજ પોતાના માટે બનાવાય છે. અને અધ્યવપૂરકમાં પ્રથમ તો પોતાના માટે બનાવાતું હોય છે, પછી યાવર્થિક સાધુ કે પાખંડી આવ્યા છે –એમ જાણી, તેમના માટે પાછળથી વધારે પાણી ચોળા વગેરે ઉમેરાય છે. અહીં સ્વગૃહયાવદર્શિકમિશ્ર અધ્યવપૂરક શુદ્ધ આહારમાં, જેટલા કણીયા કાપેટિક વગેરે માટે પાછળથી નાંખ્યા હોય, તેટલા કણીયા વાસણમાંથી દૂર કર્યા પછી કે કાપેટિક વગેરેને આપ્યા પછી, જે બચેલું ભોજન હોય, તે સાધુને ખપે. આથી જ આ વિશોધિ કેટિ કહેવાય છે. સ્વગૃહપાખંડમિશ્ર કે સ્વગૃહસાધુમિશ્રમાં શુદ્ધાહારમાં પડેલ જેટલું અધ્યવપૂરક નાંખેલ હતું તે વાસણમાંથી જુદું કર્યા પછી કે પાખંડી વગેરેને આપ્યા પછી જે બચે તે સાધુને ન ખપે. કારણ કે તે સમસ્ત આહાર પૂતિષવાળ થઈ ગયો છે. પ૬૪–૫૬૫. ઉત્પાદના દોષ धाई १ दूइ २ निमित्ते ३ आजीव ४ वणीमगे ५ तिगिच्छा ६ य । कोहे ७ माणे ८ माया ९ लोभे १० य हवंति दस एए ॥५६६।। पुचि पच्छा संथव ११ विज्जा १२ मंते १३ य चुण्ण १४ जोगे १५ य। उप्पायणाय दोसा सोलसमे मूलकम्मे १३य ॥५६७॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy