SearchBrowseAboutContactDonate
Page Preview
Page 280
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૬. ચરણસિત્તરી ૨૬૧ વસતિ, કથા, નિષદ્યા, ઈન્દ્રિય, કુર્યાતર, પૂર્વક્રીડા, પ્રણતાહાર, અતિઆહાર અને વિભૂષા–એ બ્રહ્મચર્યની નવ ગુપ્તિ છે. ૧. વસતિ: બ્રહ્મચારીએ સ્ત્રી, પશુ, નપુંસક રહિત વસતિ વાપરવી. તેમાં સ્ત્રી, દેવ અને મનુષ્યના ભેદથી બે પ્રકારે છે. તેના પણ બે પ્રકાર છે. સચિત્ત એટલે જીવવાળી સ્ત્રી અને અચિત્ત એટલે પુસ્તક, લેપકર્મ તથા ચિત્રકર્મમાં આલેખેલ સ્ત્રી. પશુઓ એટલે તિર્યંચે ગાય, ભેંસ, ઘેટા, બકરી વગેરે. જેની સાથે મિથુન સંભવી શકે એવા પંડક એટલે નપુંસક વેદના ઉદયવાળા. મહામહકર્મ કરનારા-સ્ત્રી પુરુષને સેવવાની ઈચ્છાવાળા તેના સંપર્કવાળી વસતિમાં રહેવાથી તેને કરેલ વિકારે જોઈને મનોવિકારને સંભવ હોવાથી બ્રહ્મચર્યને બાધા થાય છે. ૨. કથા - ફક્ત એકલી સ્ત્રીને એકલાએ ધર્મ દેશના વગેરે સ્વરૂપ કથા ન કરવી અથવા સ્ત્રી વિષયક કથા એટલે વાતે જેમકે કર્ણાટક દેશની સ્ત્રીઓ કામશાસ્ત્રમાં ચતુર હોય છે. લાટ દેશની સ્ત્રીઓ હોશિયાર હોય છે. વગેરે વાત ન કરે. કારણ કે તે રાગનું કારણ છે. સ્ત્રી સંબંધી દેશ-જાતિ-કુલ, નેપથ્ય, ભાષા, ચાલ, વિભ્રમ, ગીત, હાસ્ય, લીલા, કટાક્ષ, પ્રેમ, કલહ, શણગાર તથા રસયુક્ત સ્ત્રી કથા મુનિઓના મનને વિકારી બનાવે છે. ૩. નિષઘા – નિષદ્યા એટલે આસન. સ્ત્રીની સાથે એક જ આસને ન બેસવું અને ઉઠયા પછી પણ તે જગ્યાએ એક મુહૂર્ત સુધી ન બેસવું. કારણ કે સ્ત્રીએ વાપરેલ જગ્યા, આસન ચિત્તવિકારનું કારણ થાય છે. કહ્યું છે કે જેમ કઢના સ્પર્શ દોષથી શરીર દુષિત થાય તેમ સ્ત્રીએ સેવેલ શયનાસન સેવવાથી સ્પર્શ દોષના કારણે સાધુનું મન દુષિત થાય છે. ૪, ઇન્દ્રિચ - અવિવેકી લેકની અપેક્ષાએ સ્ત્રીની ઇન્દ્રિયે ચાહવા ચોગ્ય હોય છે. ઈન્દ્રિય એટલે આંખ, નાક, કાન, મુખ, શરીર વગેરેના ઉપલક્ષણથી સ્તન, જંઘા વગેરેને અપૂર્વ રસપૂર્વક, આંખ ફાડીને ન જેવા અને જેવાઈ જાય તે તેના વિષે અહો! આંખનું લાવણ્ય કેવું છે ? નાસિકાની સરળતા કેવી છે ? ગમી જાય એવા સ્તન છે. વગેરે એકાગ્ર મને ચિતવે નહીં. કારણકે અંગોપાંગને જોવા અને ચિંતવવા તે મહદયનું કારણ છે. ૫. કુયાંતર – કુડ્યાંતર એટલે ભીંત વગેરેના અંતરે દંપતિના સુરતાદિના શબ્દ સંભળાય માટે બ્રહ્મચારીએ બ્રહ્મચર્ય ભંગના ભયથી તે સ્થાનનો ત્યાગ કર.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy