SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૨ પ્રવચન સારોદ્ધાર ૧૯. વિવિધ દેશની ભાષા જાણે, જેથી વિવિધ દેશોના શિષ્યોને સહેલાઈથી શા ભણાવી શકે અને તે તે દેશના લેકેને તે–તે ભાષાવડે ધર્મ માર્ગમાં જોડી શકાય. ૨૦-૨૪. પંચવિધ જ્ઞાનાચાર વગેરે આચારથી યુક્ત એટલે ઉજમાળ. કારણ કે પોતે આચારમાં અસ્થિર હોય તે બીજાઓને આચારમાં પ્રવર્તાવી શકતા નથી. ૨૫. સૂત્રાર્થ અને તદુભયના જાણકાર, તે સૂત્રાર્થ–તદુભયવિજ્ઞ. તેની ચતુર્ભગી આ પ્રમાણે છે. ૧. સૂત્ર આવડે અર્થ નહીં ૨. અર્થ આવડે પણ સૂત્ર નહીં. ૩. સૂત્ર અર્થ બંને આવડે, ૪. સૂત્ર-અર્થ બંને ન આવડે. આમાં ત્રીજો ભાંગો ગ્રહણ કરવો. તેથી સૂત્રાર્થ અને તદુભય વિધિને જે ભણે, તે સૂત્રાર્થ તદુભયવિધિજ્ઞ કહેવાય છે. ૨૬-૨૭. આહરણ એટલે દષ્ટાંત હેતુ કારક અને જ્ઞાપક-એમ બે પ્રકારે છે. જેમ ઘટને કર્તા કુંભાર તે કારકહેતુ અને અંધારામાંથી ઘડાને પ્રકાશમાં લાવનાર દી જ્ઞાપક હેતુ છે. ઉપનય એટલે ઉપસંહાર.-દષ્ટાંતથી જોયેલ જાણેલ પદાર્થને ચાલુ વિષયમાં જોડવા તે ઉપનય-કારણ. એ પ્રમાણે પાઠ હોય, તે કારણ એટલે નિમિત્ત સમજવું. નય એટલે નિગમ વગેરે. આહરણ, હેતુ, ઉપનય, કારણ અને નય વગેરેમાં નિપુણ હેય, તે જે શ્રોતા હોય, તે પ્રમાણે ક્યારેક દષ્ટાંત, ક્યારેક હેતુ વગેરેનું પ્રતિપાદન કરી તત્ત્વ સ્વીકારાવે છે. ૨૮. ઉપસંહારનિપુણ હોય તે સારી રીતે અધિકૃત અર્થને ઉપસંહાર કરી શકે. ૨૯. નયનિપુણ હોય, તે સારી રીતે અધિકૃત નયના કથન વખતે સારી રીતે વિસ્તારથી વિભાગપૂર્વક નયને કહી શકે. ૩૦. પ્રતિપાદનની શક્તિ યુક્ત તે ગ્રાહકુશલ. ૩૧-૩૨. સ્વશાસ્ત્ર-પરશાસ્ત્રને જાણે છે. બીજા વડે આક્ષેપ કરાયેલ સ્વપક્ષ પર પક્ષના આક્ષેપોને દૂર કરે. ૩૩. અતુચ્છ સ્વભાવ એટલે ગંભીર. ૩૪. દીપ્તિમાન -પરવાદીથી પરાભવ ન પામે તેવા. ૩૫. શિવ એટલે ગુસ્સા વગરના અથવા તેજસ્વી. જ્યાં વિચરે ત્યાં કલ્યાણ કરનારા. ૩૬. સેમ એટલે શાંત દષ્ટિવાળા–આ પ્રમાણે છત્રીસ ગુણવાળા ગુરુ જાણવા. ઉપલક્ષણથી આચાર્ય ચંદ્રના કિરણોનાં સમૂહ જેવા મનોહર ઔદાર્ય–સ્વૈર્ય આદિ ગુણોથી યુક્ત એટલે શોભતા અને પ્રવચનના ઉપદેશક હોય છે. તેથી કહ્યું છે, કે મૂળગુણ-ઉત્તરગુણરૂપ સેંકડો ગુણે યુક્ત ગુરુ, સારી રીતે દ્વાદશાંગીના સારરૂપ પ્રવચન કહી શકે છે. જે મૂળગુણ વગેરે ગુણે યુક્ત છે. તેના વચન ઘીથી સિચાયેલ અગ્નિની જેમ શોભે છે. ગુણહીનના વચનો તેલ વગરના દિવાની જેમ શોભતા નથી. (૫૪૮)
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy