________________
૬૪. આચાર્યના છત્રીસ ગુણ
२४० વિનય : હવે ચાર પ્રકારે વિનય કહે છે. ૧. આચારવિનય, ૨ શ્રતવિનય, ૩. વિક્ષેપણવિનય અને ૪. દેષ પરિઘાતવિનય. આ ચાર પ્રકાર વિનયના જાણવા. ૧. આચારવિનય :
આચારવિનય, સાધુઓની સમાચારીનું પાલન, તે જ આચારવિનય. જે આચાર કર્મોને દૂર કરે તે આચારવિનય ચાર પ્રકારે છે.
૧. સંયમસમાચારી ૨. તપસમાચારી ૩. ગણસમાચારી ૪. એકાકીવિહારસમાચરી.
૧. સંયમસમાચારી એટલે સ્વયં સંયમ આચરે, બીજા પાસે સંયમ પળાવે, સંયમમાં સીદાતાને સ્થિર કરે અને સંયમમાં ઉજમાળ થયેલાની ઉપબૃહણ કરે.
૨. તપસમાચારી એટલે પફિખ વગેરે પોતે તપ કરે અને બીજા પાસે કરાવે. ભિક્ષાચર્યામાં પોતે પ્રવર્તે અને બીજાને પણ ગોચરીમાં જોડે, તે તપ સમાચારી.
૩. ગણસમાચારી એટલે બાલ-વૃદ્ધ વગેરેની પડિલેહણ વગેરે વૈયાવચ્ચના કામમાં પિતે જાતે અગ્લાનિ પણે ઉજમાળ હેય અને ગણને પણ પ્રેરણા કરે.
૪. એકાકીવિહારસમાચારી એટલે એકાકી વિહારપ્રતિમા પિતે સ્વીકારે અને બીજાને ગ્રહણ કરાવે. ૨. શ્રતવિનયઃ
૨ પણ ચાર પ્રકારે છે. ૧. સૂત્રની વાચના આપે. ૨. અર્થની વાચના આપે. ૩. હિતશિક્ષા આપે તે હિતવાચના. હિતવાચના ત્યારે જ થાય, કે પરિણામિક આદિ
ગુણયુક્ત શિષ્યને સમજીને જેને જે યોગ્ય હોય, તે સૂત્ર-અર્થ અને તદુભય આપે. ૪. સૂત્ર અથવા અર્થ ગ્રંથની સમાપ્તિ સુધી સંપૂર્ણ વંચાવે. પરંતુ વચ્ચે અસ્થિરપણાથી
૩. વિક્ષેપણવિનય?
જેને વિક્ષેપ કરાય તે વિક્ષેપણ. તે વિક્ષેપણવિનય ચાર પ્રકારે છે. ૧. મિથ્યાત્વને મિથ્યા માર્ગથી વિક્ષેપ કરી સમ્યક્ત્વ-સન્માર્ગ ગ્રહણ કરાવે. ૨. સમ્યક્ત્વ ગૃહસ્થને ગૃહસ્થભાવ છોડાવી દીક્ષા આપે. ૩. સમ્યત્વ અથવા ચારિત્ર ભાવથી જે ભ્રષ્ટ થયે હય, તેને ફરી સભ્યત્વ અથવા
ચારિત્રના ભાવમાં સ્થાપે. ૪. પોતે ચારિત્ર ધર્મની અભિવૃદ્ધિ જે પ્રમાણે થાય તે રીતે તેમાં પ્રવતે. જેમ અને
પણીય પરિભેગ વગેરે ત્યાગપૂર્વક એષણીય પરિભેગને સ્વીકાર કરવા પૂર્વક પ્રવતે.