SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૪. પ્રવચન સારોદ્ધાર ૬. ગણુનાદ્વાર-જિનકલ્પને સ્વીકારનાર જઘન્યથી એક વગેરે અને ઉત્કૃષ્ટથી શતપૃથફત્વ= (૨૦૦ થી ૯૦૦) હોય છે અને પૂર્વ પ્રતિપન=પૂર્વ સ્વીકાર કરેલ જિનકલ્પિઓ જઘન્ય અને ઉત્કૃષ્ટથી સહસ્ત્ર પૃથફત્વ પણ હોય છે. પણ ઉત્કૃષ્ટથી જઘન્ય નાનું જાણવું. વગેરે બીજું પણ જિનકલ્પીઓનું સ્વરૂપ સિદ્ધાંત સાગરથી જાણવું. હવે ગાથા (સૂત્ર)ની વ્યાખ્યા કરે છે. ગરછમાંથી નીકળેલા સાધુ વિશેષ તે જિન, તેમનો જે કલ્પ એટલે આચાર. તે આચારવડે જે જીવે તે જિનકલ્પિ. તે જિનકલ્પિ સાધુઓ એક વસ્તિમાં ઉત્કૃષ્ટથી સાત હોય છે. તેથી અધિક કેઈપણ રીતે કયારેય હતા નથી. એક વસ્તિમાં ઉત્કૃષ્ટથી સાત જિનકલ્પીઓ રહ્યા હોય, છતાં પરસ્પર ધર્મવાર્તા પણ કરતા નથી. એક શેરીમાં એક જ જિનકલ્પિ ગોચરી માટે ફરે, બીજા ન ફરે. કહ્યું છે કે, “એક વસ્તિમાં ઉત્કૃષ્ટથી સાત જિનકલ્પિઓ વસે છે. તેઓ પરસ્પર સંભાષણ તથા એકબીજાની શેરીને ત્યાગ કરે છે.” (૫૩૯) ૬૪. આચાર્યના છત્રીસ ગુણ अट्ठविहा गणिसंपय चउग्गुणा नवरि हुंति बत्तीसं । विणओ य चउब्भेओ छत्तीस गुणा इमे गुरूणो ॥५४०॥ ગુણોને કે સાધુઓને જે સમુદાય તે ગણ એટલે અતિશયવાન ગુણવાળા કે ઘણું સાધુવાળા જે હોય, તે ગણિ આચાર્ય. તેમની જે ભાવરૂપ સંપદા-સમૃદ્ધિ તે ગણિસંપદા. તે સંપદા આચાર વગેરે આઠ પ્રકારની છે. તે દરેકના ચાર ચાર ભેદ કરવાથી આઠને ચારે ગુણતા બત્રીસ ભેદો થાય તે અને વિનયના ચાર ભેદ ઉમેરતા ગુરુના એટલે આચાર્યના છત્રીસ ગુણો થાય. (૫૪૦) आयार १ सुय २ सरीरे ३ वयणे ४ वायण ५ मई ६ पओगमई ७ । एएसु संपया खलु अट्टमिया संगहपरिण्णा ८ (१) ॥५४१॥ તે આઠ સંપદાઓના નામ ૧. આચારસંપન્ - શ્રુતસંપત ૩. શરીરસંપન્ ૪. વચનસંપત ૫. વાચનાસંપ, ૬. મતિસપત્ ૭, પ્રયાગસં૫ત્ અને ૮. સંગ્રહપરિજ્ઞાસંપન્ન - આચરણ તે આચાર (અનુષ્ઠાન). તવિષયક જે સંપદા વિભૂતિવૈભવ અથવા આચાર સંપત્તિની પ્રાપ્તિ તે આચાર-સંપત. એ પ્રમાણે આગળના શબ્દોમાં પણ અથ વિચાર. (૫૪૧) चरणजुओ मयरहिओ अनिययवित्ती अञ्चलो चेव (४)। जुगपरिचिय उस्सग्गी उदत्तघोसाइ विन्नेओ (८) ॥५४२॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy