SearchBrowseAboutContactDonate
Page Preview
Page 261
Loading...
Download File
Download File
Page Text
________________ २४२ પ્રવચનસારદ્વાર ત્યારે જમીન પર મસ્તક અડાડીને શિષ્ય આનંદના આંસુપૂર્વક યથાયોગ્ય પર્યાય પ્રમાણે એટલે જે મોટા હોય તે પહેલા–એ રીતે ક્ષમાપના કરે. તે આચાર્ય પણ ક્રમશઃ ક્ષમાપના કરે પછી પોતાના પદે સ્થાપેલ આચાર્ય અને બાકીના સાધુને હિતશિક્ષા આપે. તે આ પ્રમાણે| સર્વત્ર અપ્રતિબદ્ધપણે રહી આ ગચ્છનું પાલન કરી અને અંતે તમે પણ આ પરંપરાને એટલે જિનકલ્પને સ્વીકારે. પદ ઉપર સ્થાપિત થનારને કહે કે પૂર્વ પ્રવજિત દીક્ષિત હોય, એવા વિનય ગ્ય વડીલના વિનય વેગમાં પ્રમાદ ન કરશે અને જે સાધુ, જે પ્રકારે ઉપગવાળો એટલે નિર્જરાકારક થાય તેવા યુગમાં તેને પ્રવર્તાવવા જોડો. શેષ સાધુઓને શિખામણ આપતા કહે કે આ આચાર્ય મહારાજ તમારાથી નાના હોય કે અપશ્રુતવાળા હોય કે તમારા સમાન હોય, તે પણ તમારે એમનો પરાભવ ન કરો. હવે તમારે માટે એ વિશેષ પૂજનીય છે. વગેરે શિક્ષા આપીને ગચ્છમાંથી નીકળી જાય. સાધુઓ પણ ગુરુમહારાજ દેખાય ત્યાં સુધી ઉભા રહી આનંદિત થયેલા પાછા વળે છે. એ પ્રમાણે જિનકલ્પ સ્વીકારેલ મુનિ જે ગામ વગેરેમાં માસકલ્પ કે ચાતુર્માસ કરે, ત્યાં ગામ વગેરેના છ ભાગે કરે તેમાં જે ભાગમાં જે દિવસે ગોચરી માટે ફર્યા હોય, તે ભાગમાં ફરી સાતમે દિવસે જ ફરે. ગોચરી અને વિહાર ત્રીજી પિરિસીમાં જ કરે. ચોથી પોરિસી જ્યાં શરૂ થાય ત્યાં નક્કી ઉભા રહી જાય. આહાર પાણી પૂર્વોક્ત બે એષણના અભિગ્રહપૂર્વક અપકૃત જ લે. એષણાના વિષય સિવાય કેઈની પણ સાથે બોલે નહીં. સર્વે ઉપસર્ગ–પરિસાને સહન કરે, રોગની ચિકિત્સા પણ કરાવે નહીં અને રોગની વેદનાને સારી રીતે સહન કરે. એકલાજ રહે. ઠલે પણ અનાપાત અસંલોક વગેરે દશ ગુણ યુક્ત શુદ્ધભૂમિમાં જ જાય અને જૂના વસ્ત્રો પણ ત્યાં જ પરઠવે. પ્રમાર્જના વગેરે પરિકર્મથી રહિત ઉપાશ્રયમાં રહે. જે બેસે તે ઉભડક પગે જ બેસે. સીધી રીતે ન બેસે. તેમને ઔપગ્રહિક ઉપકરણનો અભાવ હોય છે. માસકલ્પના ક્રમે જ વિહાર કરે. મન્મત્ત હાથી–વાઘ-સિંહ વગેરે સામે આવે, તે પણ ઉન્માર્ગે જઈને ઈર્યાસમિતિને ભંગ ન કરે. શ્રુત સંપત્તિ પણ એમને જઘન્યથી નવમા પૂર્વની ત્રીજી આચાર વસ્તુ સુધીની હોય છે. કેમકે તેમાં જ સૂક્ષમતાથી કાળનું જ્ઞાન થઈ શકે છે અને ઉત્કૃષ્ટથી ન્યૂન દશપૂર્વ. વજની દિવાલ સમાન મજબૂત શરીર અને પ્રથમ સંઘયણવાળા હોય છે. તેઓ હમેંશા લોચ કરતા હોય છે. એમને ૧. આવશ્યકી, ૨. નૈશ્વિકી, ૩. મિથ્યાદુકૃત, ૪. ગૃહિવિષયક પૃચ્છા અને ૫. ઉપસંપદારૂ–પાંચ સામાચારી હોય છે. બીજા કહે છે કે એમને આવશ્યકી,
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy