SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૦ પ્રવચનસારે દ્ધાર: જિનકલ્પનુ” સ્વરૂપ – અપ્રસિદ્ધ એવું જિનકલ્પીઓનું સ્વરૂપ શિષ્યાના કઈક ઉપકાર માટે કહેવાય છે. જે આગળ યથાછંદ વિગેરે સાધુઓનાં વનમાં ઉપયાગી છે. જિનલ્પ સ્વીકારનાર રાત્રિનાં પહેલા અને છેલ્લા પ્રહરમાં આ પ્રમાણે વિચારે કે, “મેં વિશુદ્ધ ચારિત્ર દ્વારા આત્મકલ્યાણ કર્યું` ` અને શિષ્ય વગેરેને દીક્ષા આપીને પરહિત કર્યું. હવે મારા શિષ્યા પણ ગચ્છનું પરિપાલન કરવામાં સમથ થયા છે. માટે મારે હવે વિશેષ પ્રકારે આત્મહિતકારી અનુષ્ઠાનેા આચરવા જોઇએ. ” એ પ્રમાણે વિચારી પાતાનુ આયુષ્ય કેટલુ' ખાકી છે, તે જાતે વિચારે. પેાતે ન જાણતા હાય તા, જાણકાર બીજા અતિશયજ્ઞાની આચાર્ય વગેરેને પૂછે. જો એકદમ થાતું આયુષ્ય હાય તા, ભક્તપરિજ્ઞા વગેરે કાઈ પણ મરણ ( અનશન ) સ્વીકારે. જો લાંબું આયુષ્ય હાય, પણ જઘાખલ ક્ષીણ થયુ... હાય, તે વૃદ્ધવાસને સ્વીકારે અને જઘાખલ પુષ્ટ હાય તા જિનકલ્પ સ્વીકારે છે. તે સ્વીકાર કરવાની ઈચ્છાવાન આત્મા પહેલા પાંચ તુલના (ભાવના) વડે આત્માની તુલના ( ભાવના ) કરે છે. તે આ પ્રમાણે. જિનકલ્પ સ્વીકારનારને તપ, સત્ત્વ, સૂત્ર, એકત્વ અને ખલ-એમ પાંચ પ્રકારે તુલના કહી છે. તુલના—ભાવના કે પરિકર્મ, આ બધા એક અર્થવાળા શબ્દો છે. પ્રાયઃ કરી આચાર્ય, ઉપાધ્યાય, પ્રવતક, સ્થવિર, ગણાવચ્છેદક સ્વરૂપ જિનકલ્પને સ્વીકારવાની ઈચ્છાવાળા-આ પાંચ જ આત્માએ આ પ્રશસ્ત પાંચભાવના વડે, પહેલા આત્માને ભાવિત કરે છે અને અપ્રશસ્ત એવી, ક ંદપ, કિષ્મિષીદેવ, આભિયાગિકી, આસુરી, સંમેાહ સ્વરૂપ-પાંચ અપ્રશસ્ત ભાવનાએ કે જેનુ` સ્વરૂપ આગળ કહેવાશે તેને સથા દૂરથી ત્યાગ કરે છે. ૧. તપભાવનાઃ–તેમાં તપવડે આત્માને એવી રીતે ભાવિત કરે, કે જેથી ભૂખને જીતી શકે. જેમાં દેવ વગેરેના ઉપસર્ગ વગેરેથી અનેષણીય આહાર અને તે છ મહિના સુધી આહાર વિના પણ ખાધા ન પામે. ૨. સત્ત્વભાવના :–તેમાં સત્ત્વ વડે ભય અને નિદ્રાને જીતે. ભય અને નિદ્રાને જીતવા માટે રાત્રે બધા સાધુ સૂઈ જાય, પછી ઉપાશ્રયમાં કાઉસ્સગ્ગ કરે તે પહેલી સત્ત્વભાવના કહેવાય. બીજી વગેરે તેા ઉપાશ્રયની બહારના પ્રદેશ વગેરેમાં કહી છે. બૃહત્કલ્પભાષ્યમાં કહ્યું છે કે, પહેલી ઉપાશ્રયમાં, બીજી ઉપાશ્રયની બહાર, ત્રીજીચેાકમાં, ચેાથી શૂન્યઘરમાં, પાંચમી શ્મશાનમાં.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy