SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૧. સ્થવિરકલ્પી મુનિઓના ઉપકરણની સંખ્યા ૨૩૫ એવી ઈચ્છા હાય તે એકાકી વિહાર કરે. અથવા એકાકી વિહાર કરવા સમર્થ ન હોય કે ઈચ્છા ન હોય તેા ગચ્છવાસ સ્વીકારે જ છે. આ વાત પૂર્વાધીતશ્રુત હાય તે જ જાણવી. પૂર્વાધીત શ્રુતના અભાવમાં અવશ્ય ગચ્છવાસ જ સ્વીકારે. આવશ્યકચૂર્ણિમાં કહ્યું છે કે પૂર્વાધીતશ્રુત હોય અથવા ન પણ હોય. જે ન હોય તે લિંગ (વેશ) ગુરુ પાસે સ્વીકારે અને ગચ્છમાં વિચરે અને જો પૂર્વાધીતશ્રુત હાય, તે તેને લિંગ દેવ આપે અથવા ગુરુ પાસે સ્વીકારે, જો એકાકી વિહાર કરવા સમર્થ હાય અથવા ઈચ્છા હોય તેા જ એકાકી વિચરે, નહીં તા ગચ્છમાં વિચરે. ( પર૦-૫૨૩ ) પ્રત્યેકબુદ્ધમુનિના બેાધિ આદિઃ ' पत्ते बुद्धसाहूण होइ सहा इदंसणे वोही । पोत्रियहरणेहिं तेसि जहण्णो दुहा उवही ॥ ५२४ ॥ मुहपोती रहरणं तह सत्त य पत्तयाइनिज्जोगो । aateisha नवविहो सुयं पुणो पुव्वभवपढियं ॥ ५२५ ॥ एकारस अंगाईं जहन्नओ हो तं तद्दुको । देसेण असं पुन्नाई हुंति पुव्वाई दस तस्स ।। ५२६ ॥ लिंगं तु देवया देइ होइ कयावि लिंगरहिओवि । गागीच्चिय विहरइ नागच्छ રાજીવાસે સૌ ।। ૧૨૭ || સ્થાને કહે છે. પ્રત્યેકમુદ્દના બોધિ વગેરે ચાર ૧. એધિ :– પ્રત્યેકબુદ્ધ સાધુઓને બાહ્ય બળદ વગેરે નિમિત્તો વ્હેવાથી જ ધિ (ધ પ્રાપ્તિ ) થાય છે. ૨. ઉપધિ :- જધન્ય અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારે ઉપધિ હોય છે. તેમાં જઘન્ય ઉપધિ મુહપત્તિ, રજોહરણરૂપ બે પ્રકારની અને ઉત્કૃષ્ટ મુહપત્તિ, રજોહરણ અને સાત પ્રકારના પાત્ર નિયેાગ-એમ નવ પ્રકારના ઉપકરણ હાય છે. ૩. શ્રુતજ્ઞાન:-તેમને પૂર્વ ભવનું જ ભણેલ શ્રુતજ્ઞાન હોય છે અને તે જઘન્યથી આચારાંગ વગેરે અગ્યાર અંગ અને ઉત્કૃષ્ટથી કંઈક ન્યૂન દશ પૂર્યાં. ૪. લિંગ:-એમને રજોહરણ વગેરેલિંગ દેવા જ આપે છે. કોઈક વખત લિંગ વગરના પણ હાય છે. તથા પૃથ્વી પર એકલા જ વિચરે છે, પણ ગચ્છવાસમાં રહેતા નથી. (૫૨૪–૫૨૭)
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy