SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ સ્થવિકલ્પી મુનિઓના ઉપકરણની સખ્યા सूवोयणस्स भरियं दुगाउअद्धा मागओ साहू | as गाणे एयं किर मत्तगपमाणं ॥ ५११ ॥ હવે માત્રકનું બીજું પ્રમાણ બતાવે છે. ભાત અને દાળથી ભરેલ એક પાત્રાને આહાર લઈને એ ગાઉથી આવેલ સાધુ જેટલો ઉપયોગ કરી શકે, તે એક માત્રકનું બીજું પ્રમાણુ છે. આના ભાવા આ રીતે છે મૂળ નગરથી, આજુબાજુમાં બે ગાઉ સુધીના પરા—ગોકુલ વગેરેમાં ગાચરી ફીને, વસ્તિમાં આવીને પાત્રકમાં બધું નાંખીને આટલા શ્રમથી એકજ જગ્યાએ બેસી ભાત વગેરે વાપરે છે. એમાં જેટલા ભાત-ઢાળ વાપરી શકે તેટલા પ્રમાણનું માત્રકમાં હાય છે. ઓછું વધતું નહીં. આટલું માત્રકનું પ્રમાણ છે. (૫૧૧) ચેાલપટ્ટાનું પ્રમાણુ : दुगुणा चउग्गुणो वा हत्थो चउरस्स चोलपट्टो उ । थेर जुवाणाणट्टा सहे थुलमि य विभासा ।। ५१२ ॥ ૨૩૧ બે હાથ કે ચાર હાથ પ્રમાણ અને ચાર ખૂણાવાળા ચાલપટ્ટો હોય છે. ચાલ એટલે પુરુષચિહ્ન, તેને ઢાંકવાનુ જે વસ્ર તે ચાલપટ્ટો. આ પ્રમાણ વૃદ્ધ કે જુવાન સાધુને અનુલક્ષીને છે. વૃદ્ધ સાધુને ઇન્દ્રિયાનુ' પ્રખલ સામર્થ્ય ન હેાવાથી અલ્પ આવરથી પણ ચાલે માટે બે હાથના ચાલપટ્ટો અને જુવાન સાધુને ચાર હાથના ચાલપટ્ટો કરવા. જાડા પાતળા ચાલપટ્ટો પણ્ વૃદ્ધ જુવાનને અનુસરી કરવા એટલે વૃદ્ધ સાધુને પતલા ચાલપટ્ટો કરવા કેમકે એમને એમની ઇન્દ્રિયના સ્પર્શથી ચાલપટ્ટાને ઉપઘાતના અભાવ હેાય છે. જુવાન સાધુને જાડા ચાલપટ્ટો કરવા. (૫૧૨) સથારા–ઉત્તરપટ્ટાનું પ્રમાણ : संथारुत्तरपट्टी अड्ढाइज्जा य आयया हत्था | दोपि य वित्थारो हत्थो चउरंगुलं चेव ॥ ५१३ ॥ હવે પહેલા નહીં બતાવેલ અને ઔષિક ઉપધિમાં ન ગણેલ હાવા છતાં પણ ઉપકરણના પ્રસંગાનુસારે ઔપહિક ઉપધિરૂપ સંથારો અને ઉત્તરપટ્ટાનું માપ કહે છે. સંથારા અને ઉત્તરપટ્ટો બને અઢી હાથ લાંખા અને એક હાથ ચાર આંગળ પહેાળા હાય છે. અને તેમાં સંથારા ઉત્તરપટ્ટાનું પ્રયાજન જીવજંતુ અને ધૂળથી રક્ષા કરવી. સંથારા વગર શુદ્ધ ભૂમિમાં સૂનાર સાધુને પૃથ્વીકાય વગેરે જીવાની વિરાધના થાય અને શરીર પર ધૂળ લાગે. કીડી વગેરે જીવાની રક્ષા માટે સંથારા ઉપર કામળ અને સુતરાઉ ઉત્તરપટ્ટો પાથરવામાં આવે છે, નહીં તેા ઉનના સંથારા અને શરીરનું ઘણુ થવાથી કીડી વગેરેની વિરાધના થાય છે. (૫૧૩)
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy