SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૪ પ્રવચનસારોદ્ધાર - ઉપરોક્ત તીર્થંકરસિદ્ધ વગેરે સિદ્ધના ભેદ સિદ્ધાંતમાં પંદર પ્રકારે કહેલા છે. પ્રશ્ન :- તીર્થંકરસિદ્ધ અને અતીર્થંકરસિદ્ધ કે તીર્થસિદ્ધ, અતીર્થસિદ્ધરૂપ બે ભેદમાં બાકીના ભેદોને સમાવેશ થઈ જાય છે. પછી બાકીના ભેદો અલગ શા માટે કહ્યા ? ઉત્તર - સાચી વાત છે. બધાનો સમાવેશ થઈ જાય છે છતાં પણ બે ભેદે કહેવા માત્રથી બીજા ભેદનું જ્ઞાન થતું નથી. માટે વિશેષ જાણકારી માટે જ બીજા ભેદોને ગ્રહણ કરવા શાસ્ત્રનો પ્રયાસ છે. (૪૭૩-૪૭૪) ૫૦. અવગાહન્વાએ સિદ્ધ दो चेवुक्कोसाए चउर जहन्नाए मज्झिमाए उ । अट्टाहियं सयं खलु सिज्झइ ओगाहणाइ तहा ॥ ४७५ ।। ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં ઉત્કૃષ્ટથી બે જી સિદ્ધ થાય, જઘન્ય અવગાહનાવાળા ચાર સિદ્ધ થાય અને મધ્યમઅવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ થાય છે.. એકજ સમયમાં એકીસાથે ૫૦૦ ધનુષની ઉત્કૃષ્ટ અવગાહના હોય તે ઉત્કૃષ્ટથી બે જ સિદ્ધ થાય છે. બે હાથ પ્રમાણની જઘન્ય અવગાહનાવાળા ચાર આત્માઓ એક સમયમાં ઉત્કૃષ્ટથી સિદ્ધ થાય છે અને અજઘન્યત્કૃષ્ટરૂપ મધ્યમઅવગાહનાવાળા ૧૦૮ સિદ્ધ થાય છે. પ્રશ્ન:- પાંચ પચ્ચીસ ધનુષ્યની કાયાવાળા નાભિકુલકરના પત્ની હોવાથી મરૂદેવીની ઊંચાઈ પણ તેટલી જ હોવી જોઈએ. કેમકે કહ્યું છે કે, કુલકરના પત્નીઓની સંઘયણ, સંસ્થાન અને ઊંચાઈ કુલકરોના સમાન હોય છે, માટે મરૂદેવા માતા પર૫ ધનુષપ્રમાણ દેહમાનવાળા હોવા છતાં સિદ્ધ થયા છે. તે પછી પ૦૦ ઘનુષ્યની ઉત્કૃષ્ટ અવગાહનામાં સિદ્ધત્વ શી રીતે ઘટે? ઉત્તર – અહીં દોષ નથી. કેમકે મરૂદેવી માતા નાભિકુલકરથી હીન દેહમાનવાળા હતા, ઉત્તમ સંસ્થાનવાળા પુરુષથી ઉત્તમ સંસ્થાનવાળી સ્ત્રીઓ પોતપોતાના કાલની અપેક્ષાએ કંઈક હીન પ્રમાણવાળી હોય છે, તેથી ૫૦૦ ધનુષ પ્રમાણ હવામાં કઈ દોષ નથી. અને હાથીના સ્કંધ ઉપર બેઠેલા હોવાથી સંકુચીત શરીરવાળા સિદ્ધ થયા હોવાથી અધિક અવગાહનાને સંભવ નથી. માટે કઈ જાતનો વિરોધ નથી. અથવા આગમમાં જે ૫૦૦ ધનુષ્ય ઉત્કૃષ્ટ દેહમાન કહ્યું છે, તે બહુલતાની અપેક્ષાએ જાણવું. કેમકે પ૨૫ ધનુષ્ય પ્રમાણની ઉત્કૃષ્ટ અવગાહના મરૂદેવાના કાળ વખતની છે અને મતાંતરે મરૂદેવા નાભિકુલકરના સમાન છે. સિદ્ધપ્રાભત ટીકામાં કહ્યું છે “મરૂદેવી મતાંતરે નાભિકુલકર તુલ્ય છે. સિદ્ધપ્રાભૂત સૂત્રમાં પણ કહ્યું છે કે
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy