SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારોદ્ધાર, ૨૦૬ ૨૩. સમવસરણમાં મણિ, સુવર્ણ અને રજતમય ત્રણ ગઢની રચના દેવ કરે, તેમાં વૈમાનિક દેવ તીર્થકરની પાસે પહેલે ગઢ જુદા જુદા પ્રકારના અજોડ રત્નાવડે બનાવે છે, બીજો વચ્ચેનો ગઢ જ્યોતિષીદેવો સુંદર સુવર્ણમય રચે છે અને ત્રીજો બહારનો ભવનપતિ દેવો અતિ તેજસ્વી કાંતિવાળે રૂપનો ગઢ બનાવે છે. ૨૪. માખણ જેવા કોમળ, નવ સંખ્યાવાળા સુવર્ણ કમળો દેવે કરે છે. એમાં રહેલા બે કમળ પર ભગવાન પોતાના ચરણ યુગલને સ્થાપીને વિચારે છે અને બીજા સાત પાછળ પાછળ રહે. તે સાત કમળમાં જે કમળ છેલું હોય, તે પગ સ્થાપન કરતી વખતે પ્રભુની આગળ આવે છે. ૨૫. ભગવાન જ્યાં જ્યાં વિહાર કરે છે ત્યાં ત્યાં કાંટા નીચામુખવાળા થાય છે. ૨૬. ભગવાનના દાઢી, મૂછ અને માથાના વાળ, શરીરની રોમરાજી હાથ-પગના નખ વધતા નથી. હંમેશા એક સરખા રહે છે. ૨૭. પાંચ ઇન્દ્રિયના સ્પર્શ, રૂપ, રસ, ગંધ શબ્દ-આ પાંચ સુંદર વિષયે પ્રગટ થાય છે અને અશુભ વિષ દૂર થાય છે. ૨૮. વસંત વગેરે છ ઋતુઓ શરીરને અનુકૂળ તથા હંમેશા પોત-પોતાની ઋતુનાં વિકસિત ફૂલેના કારણે મનોહર હોય છે. ૨૯. જ્યાં ભગવાન રહ્યા હોય, ત્યાં ઉડતી ધૂળને શમાવવા માટે સુગંધી ઘનસાર, કસ્તુરી વગેરેથી મિશ્રિત મનોહર સુગધી પાણીની વૃષ્ટિ થાય છે. ૩૦. મંદાર, પારિજાત, ચંપો વગેરે લાલ, સફેદ, પીળા, લીલા, કાળા–એમ પાંચ વર્ણના ક્લની વૃષ્ટિ થાય છે. ૩૧. જ્યાં ભગવાન વિચરે ત્યાં ચાષ, મોર વગેરે પક્ષીઓ પ્રદક્ષિણ આપે છે. ૩૨. એક જનભૂમિની શુદ્ધિ કરવા માટે સુગંધી, ઠંડે, મંદમંદ ગતિથી સુખને આપનારે, સંવર્તક નામને વાયુ વાય છે. સમવાયાંગમાં કહ્યું છે કે સુખ સ્પર્શવાળો ઠંડે સુગંધી પવન એક યોજન પ્રમાણ ભૂમિને સંપૂર્ણપણે ચારે બાજુથી સારી રીતે સાફ કરે છે. - ૩૩. ભગવાન જ્યાંથી પસાર થાય ત્યાં રહેલા વૃક્ષો નમે છે. ૩૪. પ્રભુ લીલાપૂર્વક જ્યાં વિચરે છે ત્યાં દુંદુભિ એટલે મોટી ઢક્કા (નગારા), પાણી ભરેલ વાદળાની જેમ ગંભીર અવાજથી ત્રણ ભુવનને સંભળાય, તે રીતે વાગે છે. આ પ્રમાણે સર્વ જિનેશ્વરદેવના ચાર, અગ્યાર, ઓગણીસ અતિશને મેળવતા. કુલ ત્રીસ અતિશ થાય છે. આ અતિશયમાં સમવાયાંગ સૂત્ર સાથે કંઈક જુદાપણુ જણાય છે, તે મતાંતર. રૂપે જાણવું. મતાંતરનું મૂળ કેવળી ભગવંત જાણે. (૪૪૫-૪૫૦)
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy