SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ २०४ પ્રવચનસારોદ્ધાર ૧૦. સવચક એટલે સ્વરાજ્ય તથા પરચક એટલે પરરાજ્ય તરફથી વિપ્લવ (ઉપદ્રવ) થતો નથી. ૧૧. દુષ્ટ દેવ વગેરેએ કરેલ સર્વ લોકેને મરણ આપનારી મારી-મરકી થતી નથી. ૧૨. ઘણું તીડ. પિપટ, ઉંદર વગેરે અનાજ નાશક જીવની ઉત્પત્તિ થતી નથી. ૧૩. અતિવૃષ્ટિ એટલે ઘણે વરસાદ એટલે લીલે દુષ્કાળ પડતો નથી. ૧૪. અનાવૃષ્ટિ એટલે બિલકુલ વરસાદને અભાવ થતો નથી. આ ઉપરના રોગ વગેરે ઉપદ્ર ભગવાન જ્યાં જ્યાં વિચરે ત્યાં ચારે દિશામાં પચીસ-પચ્ચીશ એજન સુધી થતા નથી. સમવાયાંગસૂત્રમાં કહ્યું છે કે “જ્યાં જ્યાં અરિહંત ભગવંત વિચરે છે, ત્યાં ત્યાં પચ્ચીશ જન સુધીમાં ઈતિ થતી નથી. મારી થતી નથી. પરચક કે સ્વચક તરફથી ભય થતું નથી, અતિવૃષ્ટિ થતી નથી, અનાવૃષ્ટિ થતી નથી, દુભિક્ષ થતું નથી, પૂર્વોત્પન્ન રોગો તરત જ ઉપશમી જાય છે. (સૂ. ૩૪) સ્થાનાંગસૂત્રમાં દશ સ્થાનક ટીકામાં પણ કહ્યું છે કે, ભગવાન મહાવીરના પોતાના પ્રભાવથી વૈર, મારી, ઉપદ્રવ, દુર્મિક્ષ વિગેરે ઉપદ્રવે સે જન સુધીમાં ઉપશમી ગયા હતા. ૧૫. જિનેશ્વરના માથાના પાછળના ભાગે ઘણા સૂર્યના તેજને જીતનારૂં ભામંડલની પ્રભા પસરે છે. અર્થાત્ બાર સૂર્યના તેજને જીતનાર એવા તેજનાં સમૂહરૂપ ભામંડલની કાંતિ પ્રસરે છે. (૪૪૧-૪૪૪) सुररइयाणिगुवीसा मणिमयसीहासणं सपयवीढं १६ । छत्तत्तय १७ इंदद्धय १८ सियचामर १९ धम्मचकाई २० ॥४४५॥ सह जगगुरुणा गयणट्ठियाई पंचवि इमाइं वियरंति । पाउब्भवइ असोओ २१ चिट्ठइ जत्थप्पहू तत्थ ॥४४६॥ चउमुहमुत्तिचउकं २२ मणिकंचणताररइयसालतिग २३ । नवकणयपंकयाई २४ अहोमुहा कंटया हुति २५ ॥४४७॥ निच्चमवट्ठियमित्ता पहुणो चिट्ठति केसरोमनहा २६ । इंदियअत्था पंचवि मणोरमा २७ हुति छप्पि रिऊ २८ ॥४४८॥ गंधोदयस्स बुट्ठी २९ वुट्ठी कुसुमाण पंचवन्नाणं ३० । दिति पयाहिण सउणा ३१ पहुणो पवणोऽवि अणुकूलो ३२ ॥४४९॥ पणमंति दुमा ३३ वज्जति दुदुहीओ गहीरघोसाओ ३४ । . . चउतीसाइसयाणं सव्व जिणिदाण हुँति इमा ॥४५०॥
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy