SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪. નિર્વાણગમન સ્થાન अट्ठावयचंपुज्जितपावासम्मेयसेलसिहरेसुं । उसभवसुपुज्जनेमी वीरो सेसा य सिद्धिगया ॥ ३९२॥ ઋષભદેવ અષ્ટાપદ ઉપર, વાસુપૂજ્યસ્વામી ચંપાપુરીમાં, નેમનાથ ગીરનાર ઉપર, મહાવીરસ્વામી પાવાપુરીમાં અને બાકીના અજીતનાથાદિ વીસ તીર્થકર સમેતશિખર પર મોક્ષે ગયા. (૩૨) ૩૫. જિનેશ્વરના આંતરા इत्तो जिणंतराई वोच्छं किल उसभसामिणो अजिओ । पण्णासकोडिलक्खेहिं सायराणं समुप्पण्णो ॥ ३९३ ।। 20ષભદેવસ્વામિથી અજિતનાથ પચાસ લાખ ક્રોડ સાગરોપમ પછી 'સિદ્ધ થયા. (૩૩) ૧. અહીં “ઢવÉ વગેરે પદોમાં ત્રીજી વિભક્તિ સાતમીના અર્થ માં છે. તેથી ઋષભદેવ પછીથી અજિતનાથ પચાસ લાખ ક્રોડ સાગરોપમ પૂર્ણ થયે છતે મોક્ષમાં સિદ્ધરૂપે ઉત્પન્ન થયા. અહીં “સત્પન્ન”ને અર્થ “જન્મ લે? એ અર્થ ન કરો, પરંતુ સિદ્ધ થવાના અર્થમાં લેવા, કેમકે ધાતુઓ અનેક અર્થવાળા છે. અહિં “સુરમિત્તે' વગેરે પદોમાં પંચમી. વિભક્તિ અવધિ અર્થ માં છે. તે અવધિ-અભિવિધિ અને મર્યાદા એમ બે અર્થમાં છે. અહીં પંચમી વિભક્તિ અભિવિધિ અર્થમાં લઈને સમુત્પન્નને અર્થ “જમ્યા” એ કરીએ તે ઋષભદેવના જન્મ વખતથી લઈ અજિતનાથના જન્મ કાલ સુધીનું પ્રમાણ આવશે, જેથી ઋષભદેવના સર્વાયુ કાળ પ્રમાણથી અધિક દુષમસુષમા આરાના ૮૯ પખવાડીયા રઘે છતે અર્થાત ચોર્યાસી લાખ પૂર્વ અને નેવ્યાસી પખવાડીયે મહાવીરસ્વામિની સિદ્ધિ થશે. આગમમાં તે ફક્ત ૮૯ પખવાડીયા બાકી રહ્યું છતે મહાવીરસ્વામિની સિદ્ધિ કહી છે, માટે આગમ સાથે વિરોધને પ્રસંગ આવતો હોવાથી પંચમી વિભક્તિ મર્યાદા અર્થમાં જ લેવી. અભિવિધિ અર્થમાં નહીં. પંચમ વિભક્તિને મર્યાદાના અર્થમાં પણ જો સમુત્પન્નને અર્થ “જન્મથી” વ્યાખ્યા કરીએ તે પણ ઋષભદેવ વગેરેના નિર્વાણ કાળથી અજિતનાથ વગેરેના જન્મ કાળ સુધી જ સમય આવે છે. તેથી જિનેશ્વરોને આંતરાના કાળ માન વડે જ થો આરો પૂરો થઈ જાય. અને અજિતનાથ વગેરે. ત્રેવીસ જિનના સંપૂર્ણ આયુષ્યકાળ પ્રમાણમાં જિનેને આંતરા કાળ ન લેવાયેલ હોવાથી તે વધારાના સમય રૂપે થશે. આથી આવતી ઉત્સર્પિણીમાં શ્રી મહાવીરસ્વામિની સિદ્ધિ થયાની આપત્તિ આવશે. અને તે બરાબર નથી. માટે ઋષભદેવ વગેરેના નિર્વાણ કાળથી લઈ અજિતનાથ વગેરે સિદ્ધ થયા એમ જ વ્યાખ્યા કરવી. બીજી રીતે નહીં,
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy