SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬. તી કરના ચક્ષા जक्खा गोमुह १ महजक्ख २ तिमुह ३ ईसर ४ तुंबुरू ५ कुसुमो ६ । मायँगो ७ विजया ८ जिय ९ बंभो १० मणुओ ११ य सुरकुमरो १२ || ३७३ || छम्मुह १३ पयाल १४ किन्नर १५ गरुडो १६ गंधव्व १७ तह य जक्खिदो १८ । कूबर १९ वरुणो २० भिउडी २१ गोमेहो २२ वामण २३ मयंगो २४ ॥ ३७४॥ ૧. ગામુખ, ૨. મહાયક્ષ, ૩ ત્રિમુખ, ૪. ઇશ્વર, ૫. તુંભરું, ૬. કુસુમ, ૭. માતંગ, ૮. વિજય, ૯. અજિત, ૧૦, બ્રહ્મ, ૧૧. મનુજ, ૧૨. સુરકુમાર, ૧૩. ષસુખ, ૧૪. પાતાલ, ૧૫. કિન્નર, ૧૬. ગરુડ, ૧૭. ગધવ, ૧૮. યક્ષેન્દ્ર, ૧૯. કુબર, ૨૦. વરૂણ, ૨૧. ભ્રૂકુટિ, ૨૨. ગામેધ ૨૩. વામન, ૨૪, માતંગ, તીર્થંકરાની ભક્તિમાં વિશેષ પરાયણ દેવા, તે યક્ષ કહેવાય. ૧. પ્રથમ જિનના ગામુખ નામે યક્ષ છે. તેને સુવર્ણ વણુ, હાથીનું વાહન અને ચાર ભુજા અને તેના જમણા એ હાથમાં વરદાનમુદ્રા તથા અક્ષમાલા છે અને ડાખા ખે હાથમાં ખીજેર્ (માતુલિંગ) તથા પાશ છે. ૨. અજિતનાથના મહાયક્ષ નામે ચક્ષ છે. તેને ચાર મુખ, શ્યામવર્ણ અને હાથીનુ વાહન અને આઠ હાથ છે. તેમાં જમણા ચાર હાથમાં વરદાનમુદ્રા, મુગર, અક્ષમાલા અને પાશ છે. ડાખા ચાર હાથમાં ખીજેરૂ, અભયમુદ્રા, અંકુશ અને શક્તિ છે. ૩. સંભવનાથના ત્રિમુખ નામે યક્ષ છે. તેને ત્રણ મુખ, ત્રણ નેત્ર, શ્યામ વર્ણ, મયૂર વાહન અને છ હાથ છે. તેમાં જમણા ત્રણ હાથમાં નાળિયા, ગદા, અભયમુદ્રા છે અને ડાખા ત્રણ હાથમાં માતુલિંગ, અક્ષમાલા, અને નાગ છે. ૪. અભિનંદનસ્વામીના ઈશ્વર નામે યક્ષ છે. તેના વણુ શ્યામ, હાથનુ વાહન અને ચાર હાથ છે. જમણા બે હાથમાં માતુલિંગ અને અક્ષમાલા છે તથા ડાખા બે હાથમાં નાળિયા અને અંકુશ છે. ૫. સુમિતનાથના તુંખરું નામે યક્ષ છે, તેના વણુ શ્વેત, ગરૂડવાહન અને ચાર હાથ, છે. જમણા એ હાથમાં વરદાન મુદ્રા અને શક્તિ છે. ડાબા એ હાથમાં ગદા અને નાગપાશ છે. ૬. પદ્મપ્રભસ્વામીને કુસુમ નામે યક્ષ છે. તેના વણુ નીલ, હરણનું વાહન અને ચાર હાથ છે. જમણા એ હાથમાં ફળ અને અભય મુદ્રા છે અને ડાબા એ હાથમાં નાળિયા અને અક્ષમાલા છે. ૭. સુપાર્શ્વ નાથનેા માતંગ નામે યક્ષ છે. તેના વર્ણ નીલ, હાથીનું વાહન, અને ચાર હાથ છે, જમણા એ હાથમાં બિલ્વ અને પાશ છે અને ડાબા એ હાથમાં નાળિયા અને અંકુશ છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy