SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ પ્રવચનસા દ્વારા दसण ९, विणए १०, आवस्सए य ११, सीलव्वए १२-निरइयारो १३ । खणलव १४, तव १५, च्चियाए १६, वेयावच्चे समाही १७ य ॥३११॥ अप्पुव्वनाणगहणे १८, सुयभत्ती १९, पवयणे पभावणया २० । एएहि कारणेहिं तित्थरत्तं लहइ जीवो ॥३१२॥ ૧. અરિહંત, ૨. સિદ્ધ, ૩. પ્રવચન, ૪. આચાર્ય, ૫. સ્થવિર, ૬. બહુશ્રુત, ૭. તપસ્વી, ૮. સતત જ્ઞાનોપયોગ, ૯. અતિચાર રહિત દર્શન, ૧૦. વિનય ૧૧. આવશ્યક, ૧૨-૧૩ શીલ તથા વ્રતમાં નિરતિચાર, ૧૪. ક્ષણલવ, ૧૫. તપસમાધિ ૧૬. ત્યાગસમાધિ, ૧૭. વૈયાવચ્ચમાં સમાધિ, ૧૮. અપૂર્વ જ્ઞાનગ્રહણ, ૧૯. શ્રુતભક્તિ, ૨૦. પ્રવચન પ્રભાવના. આ કારણથી જીવ તીર્થંકરપણું પામે છે. ૧. અશોકવૃક્ષ વગેરે આઠ મહાપ્રાતિહાર્ય વગેરે પૂજાને યોગ્ય અરિહંતો છે. ૨. સિદ્ધભગવંતે સકલ કર્મા શોને નાશ કરનાર, પરમસુખી, એકાંત કૃતકૃત્ય છે. ૩. પ્રવચન-દ્વાદશાંગી-આ દશાંગીને ઉપગ શ્રી સંઘ સિવાય બીજે ન હોવાથી પ્રવચનનો અર્થ સંઘ પણ થાય. ૪. ગુરુ, જે યથાવસ્થિત શાસ્ત્રના અર્થને કહેનાર તથા ધર્મોપદેશને આપનારા છે. પ. સ્થવિર. વય, શ્રત અને પર્યાયના ભેદથી ત્રણ પ્રકારનાં છે. ૬૦ વર્ષની ઉંમરના હોય તે વયસ્થવિર, સમવાયાંગસૂત્રના જાણકાર શ્રુતસ્થવિર. અને વસવર્ષના દીક્ષાપર્યાયવાળા પર્યાય સ્થવિર. ૬. બહુશ્રુત-જેમની પાસે ઘણું શ્રત હોય, તે બહુશ્રુત અપેક્ષાએ જાણવું. શ્રત ત્રણ પ્રકારે છે. સૂત્રથી, અર્થથી અને ઉભયથી. તેમાં સૂત્રધરોથી અર્થ ધરે પ્રધાન છે. અર્થધરેથી ઉભયધરે પ્રધાન છે. ૭. તપસ્વી-અનશનાદિ વિવિધ પ્રકારને તપ જેમની પાસે છે તે. સાધુઓએ અરિહંત, સિદ્ધ, પ્રવચન, ગુરુ, સ્થવિર, બહુશ્રુત અને તપસ્વીઓ. આ સાત ઉપર વાત્સલ્ય ભાવરૂપ અનુરાગ રાખ એટલે સત્યગુણનું કીર્તન અને તેને અનુરૂપ ભક્તિરૂપ ઉપચાર રાખવો, તે તીર્થકર નામના બંધનું કારણ છે. ૮. સતત જ્ઞાનોપચેગ એટલે સતત જ્ઞાનમાં જ ઉપગવાળા રહેવું તે. ૯ દર્શન એટલે સમ્મહત્વ. ૧૦. વિનય એટલે જ્ઞાનવિનય વગેરે. ૧૧. આવશ્ય–અવશ્ય કરવા યોગ્ય પ્રતિકમણ આદિ તે. ૧૨. ઉત્તરગુણરૂપ શીલ અને ૧૩. 'મૂળગુણરૂપ વ્રતમાં નિરતિચારપણે વર્તે તે તીર્થકર નામકર્મને બાંધે છે. ૧. આ ક્રિયાયોગ કહેવાય.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy