SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ ૭. તીર્થંકરના નામ: ભરતક્ષેત્રમાં ભૂત, ભવિષ્ય અને વર્તમાન ચોવીશીમાં થયેલા તીર્થકર તથા ઐરાવત ક્ષેત્રના ભવિષ્ય, વર્તમાન વીશીમાં થયેલા તીર્થકરોના નામો. भरहेऽतीए संपइ भाविजिणे वंदिमो चउव्वीसं । एरवयंमिवि संपइभाविजिणे नामओ वंदे ॥ २८७ ॥ ભરતક્ષેત્રમાં અતીત એટલે ભૂતકાલીન, સંપ્રતિ એટલે વર્તમાન અને ભાવિ એટલે ભવિષ્યકાળમાં થનારા ચોવીશ જિનેશ્વરોને હું નામ લેવાપૂર્વક વંદન કરું છું. ઐરાવતા ક્ષેત્રના પણ વર્તમાન ચોવીશીના તથા ભાવિ ચોવીશીના જિનના નામો લેવાપૂર્વક વંદન કરું છું. ઐરાવત ક્ષેત્રના અતીત ચવીશીના નામે જાણતા નથી. (૨૮૭) ભરતક્ષેત્રની અતીત ચોવીશી - केवलनाणी १ निव्वाणी २ सायरो ३ जिणमहायसो ४ विमलो ५ । सव्वाणुभूइ (नाहसुतेया) ६ सिरिहर ७ दत्तो ८ दामोयर ९ सुतेओ १० ॥२८८॥ सामिजिणो य ११ सिवासी १२ सुमई १३ सिवगइ १४ जिणो य अत्थाहो ૨૬ (કવાદો) | नाहनमीसर १६ अनिलो १७ जसोहरो १८ जिणकयग्यो य १९ ॥२८९॥ धम्मीसर २० सुद्धमई २१ सिवकरजिण २२ संदणो य २३ संपइ य २४ । तीउस्सप्पिणि भरहे जिणेसरे नामओ वंदे ॥२९०॥ ૧. કેવળજ્ઞાની, ૨. નિર્વાણી, ૩. સાગરજિન, ૪. મહાયશ, પ. વિમલ, ૬. સુતેજનાથ બીજા આચાર્યોના મતે સર્વાનુભૂતિ, ૭. શ્રીધર, ૮. દત્ત, ૯, દાદર, ૧૦. સુતેજ, ૧૧. સ્વામી જિન, ૧૨. શિવાશી અન્યમતે મુનિસુવ્રત, ૧૩. સુમતિ, ૧૪. શિવગતિ, ૧૫. અબાધ અન્ય મતે અસ્તાગ, ૧૬. મીશ્વર, ૧૭. અનિલ, ૧૮. યશોધર, ૧૯. કૃતાર્ધ જિન, ૨૦. ધર્મેશ્વર કેટલાકના મતે જિનેશ્વર, ૨૧. શુદ્ધમતિ, ૨૨. શિવકર, ૨૩. સ્પંદન, ૨૪. સંપ્રતિજિન. આ પ્રમાણે ભરતક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીમાં થયેલ 'જિનેશ્વરોને નામથી હું વંદન કરૂં છું. (૨૮૮-૨૯૦) ભરતક્ષેત્રની વર્તમાન વીશી - उसभं १ अजिये २ संभव ३ मभिणंदण ४ सुमइ ५ पउमप्पह ६ सुपासं ७ । चंदप्पह ८ सुविहि ९ सीअल १० सेजंसं ११ वासुपुजं च १२ ॥ २९१ ॥ विमल १३ मणतं १४ धम्म १५ संति १६ कुंथु १७ अरं च १८ मल्लि च १९ । मुणिसुव्वय २० नमि २१ नेमी २२ पासं २३ वीरं २४ च पणमामि ॥२९२।।
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy