SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવચનસારાદ્ધાર સામાયિક વિષયક સ્મૃતિ ન રાખવી. એટલે મારે સામાયિક કરવાનું છે કે નથી કરવાનું. મેં સામાયિક કર્યુ છે કે નથી કર્યું, તેને પ્રખળ પ્રમાદથીયાદ ન કરે તે અતિચાર છે. કેમકે મેાક્ષ સાધક અનુષ્ઠાના સ્મૃતિ મૂલક છે. કહ્યું છે કે પ્રમાદ ચુક્ત થઈ જે કયારે સામાયિક કરવાનું છે કે સામાયિક કર્યુ છે, કે નથી કયું, તે ભૂલી જાય. તેનું સામાયિક નિષ્ફળ જાણવું. ૪. ૧૫૦ ૫. દરરોજ જે નક્કી ટાઈમે સામાયિક કરતા હાય, તે સમયે સામાયિક ન કરવું. અથવા જ્યારે ત્યારે કરવું. સામાયિક પૂરૂરૂં થયા પહેલાં જ પારવું. તેને અનવસ્થિતકરણ કહેવાય. કહ્યું છે કે, સામાયિક લઈને તરત જ પારે કે ઈચ્છા પ્રમાણે કરે તે અનવસ્થિત સામાયિક કહેવાય. તે અનાદરથી થતું હેાવાથી શુદ્ધ નથી. આમાં પહેલા ત્રણ અતિચારો અનાભાગ વગેરેથી થાય તે અતિચાર. નહિ તેા વ્રતભંગ છે અને છેલ્લા બે પ્રમાદ બહુલતાનાં કારણે અતિચાર. આ સામાયિક વ્રતનાં પાંચ અતિચારા કહ્યા. (૨૮૩) દશમા વ્રતનાં અતિચાર – आणण १ पेसवणं २ सद्दणुवाओ य ३ रूवअणुवाओ ४ । हिपोगलक्खेवो ५ दोसा देसावगासस्स ॥ २८४ ॥ આનયન, પ્રેષણ, શબ્દાનુપાત, રૂપાનુપાત, બહિપુદ્ગલ પ્રક્ષેપ-એ પાંચ અતિચાર દેશાવગાસિકવ્રતના છે. દિગ્દત એટલે ક્રિશા સંબધી વ્રતને જ દેશાવગાસિક કહેવાય છે. એમાં આ વિશેષતા છે, કે દિગ્દત ચાવજીવ, વાર્ષિક, ચારમાસ સંબંધી હોય છે. જ્યારે દેશાવગાસિક દિવસ, પ્રહર, મુહૂત વગેરે પ્રમાણનુ હેાય છે. તેના પાંચ અતિચારો આ પ્રમાણે છે. ૧. આનયન–વિવક્ષિત ક્ષેત્રની બહાર રહેલ સચિત્ત વિગેરે પદાર્થને વિવક્ષિત ક્ષેત્રમાં લવડાવવું, હું જાતે જાઉં તે મારુ વ્રત ભાંગે એવી બુદ્ધિથી નાકર વગેરે દ્વારા સચેતન પદાર્થ લવડાવે, તા આનયન નામના પ્રથમ અતિચાર. ૨. પ્રેષણ=મેાકલવા ચેાગ્ય ચીજને નાકર વગેરે દ્વારા મેાકલાવવા માટેની પ્રવૃત્તિ, પાતે જાતે જાય તા મારુ વ્રત ભાંગે' તેથી તે પ્રમાણે ન થાય-એ પ્રમાણેની બુદ્ધિથી પેાતાના નિયમિત પ્રદેશની બહાર બીજાને કામ કરવા માટે માકલે, તો પ્રેષણ અતિચાર લાગે. કેમકે ગમન-આગમન (જવુ.-આવવુ.) આદિ ક્રિયાથી થતી પ્રાણીની વિરાધના ન થાય. એ પ્રમાણેના ઉદ્દેશથી દેશાવગાસિકવ્રત ગ્રહણ કરાય છે. તે વ્યક્તિ વિરાધના જાતે કરે કે બીજા પાસે કરાવે તેના ફળમાં કાંઈ ફરક રહેતા નથી. ઉલટુ પોતે જ જાય તેા ઇર્ષ્યા-
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy