SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૮ પ્રવચનસારદ્વાર પ્રશ્ન-સહસાકલંક તે બેટા દેષને બોલવારૂપ હોવાથી મૃષાવાદનાં પચ્ચફખાણનો ભંગ જ છે. તે પછી અતિચાર શી રીતે કહેવાય? ઉત્તર-સાચી વાત છે. પરંતુ જ્યારે બીજાને આઘાતજનક અનાભેગાદિથી બેલે છે. તે વખતે સંકલેશને અભાવ તેમજ વ્રત સાપેક્ષતા હોવાથી વ્રત ભંગ નથી. અને પરને આઘાતજનક હોવાથી ભંગ છે. ભંગાભંગરૂપ અતિચાર છે. જે તીવ્ર સંકલેશપૂર્વક બોલે તે વ્રત ભંગ જ છે. કેમકે વ્રત નિરપેક્ષપણાથી બોલાય છે માટે. ૨. રહઃ એટલે એકાંત, તેમાં જે થયેલ હોય તે રહસ્ય. રાજા વગેરેનાં કાર્ય સંબંધી જે ખાનગી વાત બીજાને કહેવાની ન હોય, તે અનધિકૃત આકાર ચિહ્ન વગેરેથી જાણી બીજાને કહેવું છે રહસ્યદૂષણ. જેમકે એકાંતમાં કઈકને વિચારણા કરતાં જોઈ કઈ વ્રતધારી બેલે કે આ લેકે રાજ્ય વિરૂદ્ધ આવું આવું વિચારે છે. અથવા રહસ્યદુષણ એટલે પૈશુન્ય (ઈર્ષા) જેમ બે જણાનાં પ્રેમમાં એક જણનાં હાવભાવ ઉપરથી તેને વિચાર જાણ બીજાને એ રીતે કહે કે જેથી તે બંનેને સ્નેહ સદ્દભાવ નાશ પામે. ૩. દારા એટલે સ્ત્રી. ઉપલક્ષણથી મિત્ર વગેરે પણ સમજવો. તે સ્ત્રી, મિત્ર વગેરેનાં મંત્ર એટલે ખાનગી વાત તેને ભેદ એટલે વાત જાહેર કરવી તે. આ વાત સ્ત્રી વગેરેએ કહેલી વાત જ હોવાથી એટલે સાચી વાત હોવાથી અતિચારરૂપે ન ઘટતી હોવા છતાં પણ સ્ત્રી, મિત્ર વગેરેને આઘાતજનક તથા લજજા વગેરેના કારણથી મરણ વગેરેને સંભવ રહે છે. માટે વાસ્તવિકપણે અસત્યરૂપ હોવાથી કથંચિત્ ભંગ રૂપ થવાથી અતિચાર જ છે. પ્રશ્ન:–૨હસ્યદૂષણ અને દારમંત્રભેદ એ બેમાં શો ફરક છે ? ઉત્તર :–૨હસ્યદૂષણમાં હાવભાવના આકાર પરથી જાણીને અનધિકૃત ખાનગી વાત જાહેર કરે અને અહિં તો પોતે જાતે જ જે ખાનગીમાં સ્ત્રી વગેરે સાથે વિચારણા કરી હોય તે જાહેર કરે છે. ૪. બેટે લેખ લખવો તે ફૂટલેખ કહેવાય છે. જો કે આમાં કાયાથી અસત્ય વાણી બેલું નહિ અને બોલાવું નહિ રૂ૫ વ્રતનો ભંગ જ થાય છે. છતાં પણ સહસાકાર, અનાગ, અતિક્રમ વગેરેથી અતિચાર છે અથવા “મેં અસત્ય બોલવાનું પચ્ચકખાણ કર્યું છે અને આ તે લખવાનું છે” આવી વિચારણાથી વ્રતની સાપેક્ષતાવાળાને અતિચાર જ થાય છે. પ. મૃષા એટલે જૂઠ. તેને જે ઉપદેશ તે મૃષાલિક કહેવાય. જેમકે કુલ ઘરમાં તારે આમ આમ બેલવું, તારે આમ કહેવું. વગેરે જુઠું બોલતાં શીખડાવવું તે મૃષાલિકા અહિં પિતાના વ્રતની રક્ષણની બુદ્ધિથી પરવૃત્તાંત કહેવા દ્વારા બીજાને મૃષપદેશ આપતા અતિચાર છે. પોતાના વતની સાપેક્ષતા હોવાથી અને બીજાને મૃષાવાદમાં પ્રવર્તાવતા
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy