SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૩ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચારઃ | સર્વશિકા -સર્વશંકા સર્વવિષયક છે. જેમ ધમ છે કે નહિ. આ બંને શંકાઓ અરિહંત ભગવંત કથિત પ્રવચનમાં અવિશ્વાસરૂપ હોવાથી સમ્યક્ત્વને દૂષણ લગાડે છે. માટે અતિચારરૂપે છે. આપણી પ્રમાણપરીક્ષાથી અગોચર અને કેવળ આગમથી જ જાણવા એગ્ય પદાર્થો, સર્વજ્ઞ ભગવંતે કહેલા છે–એમ માનીને શંકા કરવી નહિ. જ્યાં મંદ બુદ્ધિ અને મેહના કારણે કઈ જગ્યાએ શંકા થાય અથવા મતિદુર્બલતાના કારણે તેવા પ્રકારના સમજાવનાર આચાર્યને અભાવ હોય તથા ય પદાર્થ ગહન હોય અને જ્ઞાનાવરણનાં ઉદયથી હેતુ ઉદાહરણને અસંભ હોવાના કારણે, સારી રીતે પદાર્થો જાણી ન શકાય, તે પણ સર્વજ્ઞ સિદ્ધાંત અવિતથ (સત્ય) છે એમ બુદ્ધિમાન વિચારે. કેમકે યુગમાં શ્રેષ્ઠ એવા જિનેશ્વરો સહજ પરોપકારી અને રાગદ્વેષ, મેહને જીતનાર હોવાથી અસત્ય બોલે નહિ. કહ્યું છે કે સૂત્રમાં કહેલ એકપણ અક્ષરની અશ્રદ્ધા કરવાથી જીવ મિથ્યાષ્ટિ થાય છે કેમકે આપણને જિનેશ્વરએ કહેલ સૂત્ર જ પ્રમાણ છે. ૧. એક પણ પદાર્થમાં સંદેહ કરવાથી અરિહંત ભગવંત પ્રત્યેને વિશ્વાસ નાશ પામે છે. અને તે અવિશ્વાસ જ સંસારનાં મુખ્ય કારણરૂપ મિથ્યાત્વ છે. ૨. કાંક્ષા –બીજા બીજા ધર્મોની ઈચ્છા તે કાંક્ષા. તે પણ સર્વવિષયક અને દેશવિષયક-એમ બે પ્રકારે છે. ૧. સર્વકાંક્ષા-બધા અન્ય ધર્મોની ઈચ્છા તે સર્વકાંક્ષા જેમ પરિવ્રાજક, ભૌતિક, બ્રાહ્મણ વગેરે સંસારી હોવા છતાં પણ પરલોકમાં સુખ વિગેરે મેળવે છે. માટે તેઓનો ધર્મ પણ આરાધવો જોઈએ. ૨. દેશકાંક્ષા –કઈ પણ એક ધર્મની ઇચ્છા તે દેશકાંક્ષા. જેમ બૌદ્ધ ભગવંતે ભિક્ષુકોને ફલેશ વગરનો ધર્મ કહ્યો છે. સ્નાન, ખાવાપીવા, પહેરવા, ઓઢવા, સૂવા બેસવા વિગેરેમાં સુખાનુભવ કરતાં હોવાથી તે પણ ધર્મ શ્રેષ્ઠ છે. બુદ્ધે કહ્યું છે કે, કેમળ શય્યા, સવારે ઉઠીને પેય પીવાનું, મધ્યાહુને ભોજન, સાંજે પીણું અને અર્ધી રાત્રે દ્રાક્ષ, ખાંડ અને સાકર આ પ્રમાણે કરવાથી છેવટે મોક્ષ મળે છે. આ પ્રમાણે પણ મેક્ષ ઘટી શકે છે. આ કાંક્ષા પણ વાસ્તવિક પણે અરિહંત પ્રરૂપિત આગમેમાં અવિશ્વાસરૂપ જ છે. માટે સમ્યકત્વને દૂષણ લગાડે છે. તેથી અતિચારરૂપ જ છે. ૩. વિચિકિત્સા -ફળમાં શંકા કરવી તે વિચિકિત્સા. પ્રમાણુ યુક્ત અને યુક્તિ ચુક્ત સર્વ ધર્મનાં આગમમાં કહેલ, આ રેતીના કણીયાનાં કેળીયા સમાન દુષ્કર અને નિસ્વાદ એવા મહાન તપરૂપ કષ્ટ હું કરી રહ્યો છું. તેનું ભવિષ્યમાં ફળ મળશે કે નહિ, કે પછી નિર્જરા ફળ ૨હિત કેવળ કાયકષ્ટ જ થશે, જગતમાં પણ ખેડૂત વગેરેના પણ સફળા અને નિષ્ફળા એમ બે પ્રકારની ક્રિયા દેખાય છે. તેમ આ તપ વગેરે ક્રિયાઓ પણ
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy