SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ ૬. ગૃહસ્થના પ્રતિક્રમણના ૧૨૪ અતિચાર : તેના ફ્રી સંયાગ ન થાય તેવું જે ચિંતન. ૨. શૂલ, શિરપીડા વિગેરે વેદનાઓને વિયાગ, ફરી અસંયાગરૂપ ચિંતન. ૩. ઇચ્છિત શબ્દાદિ -વિષયા તથા શાતાવેદનીય( સુખને ) અવિયેાગ અને ફરી તેના સંચાગની ચિંતવના. ૪. દેવેન્દ્ર ચક્રવર્તિપણાની માંગણીરૂપ ચિંતવના, ૧૩૧ આ ચાર પ્રકારનું આ ધ્યાન શાક, રૂદન, પેાતાની છાતી, માથુ વિગેરે ફુટવા, વિલાપ કરવા વિગેરે લક્ષણાથી જણાય છે અને તે તિય ́ચગતિનું કારણ છે. ર. રૌદ્રધ્યાનઃ–પ્રાણીવધ વગેરેમાં પરિણત જે આત્મા ખીજાને રડાવે તે રુદ્ર. તે રુદ્રાત્માનું કાર્ય તે રૌદ્ર, ૧. તે પ્રાણીઓના વિષે વધ, વેધ, બંધન, દહન, અંકન, મારણુ વિગેરેની ચિંતવનારૂપ તે હિંસાનુબ ધીરૌદ્રધ્યાન. ૨. પૈશુન્ય, અસભ્ય, અસદ્ભુત, ઘાત વિગેરે વચનની ચિંતવનારૂપ તે ભ્રષાનુખ ધીરૌદ્રધ્યાન. ૩. તીવ્ર ક્રોધ, લાભથી આકુલ અને જીવઘાત પરાયણ તેમ જ પરલેાકના દુઃખથી નિરપેક્ષપણે પરદ્રવ્ય હરણની ચિંતવનારૂપ ચૌર્યાનુબંધીરૌદ્રધ્યાન. ૪. બધી બાજુથી શંકા પરાયણ રહે, પરપરાએ ઉપઘાત પરાયણ રહે, શબ્દાદિ વિષય-સાધક દ્રવ્યાના રક્ષણની ચિંતવના કરે તે રૂપ સરક્ષણાનુબ ધીરૌદ્રધ્યાન. આ રૌદ્રધ્યાન હિંસાદિની બહુલતાવાળી પ્રવૃત્તિથી ઉત્પન્ન થયેલ લક્ષણા જણાય છે. અને તે નરકગતિનું કારણ છે. ૩. ધમ યાનઃ-ક્ષમાદિ દશ યતિધર્મથી યુક્ત જે ધ્યાન તે ધર્મધ્યાન. ૧. તે સર્વજ્ઞ ભગવ ́તની આજ્ઞાનું ચિંતન તે આજ્ઞાવિયધમ ધ્યાન. ૨. રાગ, દ્વેષ, કષાય, ઇન્દ્રિયાધીન જીવેાના અપાયાનું ચિંતન તે અપાવિયધમ ધ્યાન ૩. જ્ઞાનાવરણુ વિગેરે શુભાશુભ કર્માંના વિપાકાનું ચિંતન તે વિપાકવિયધમ ધ્યાન, ૪. પૃથ્વી મંડલ ઉપર રહેલા દ્વીપ-સમુદ્ર આદિ પદાર્થીની આકૃતિની વિચારણા તે સંસ્થાનવિયસ ધ્યાન.. જિન કથિત ભાવા પર શ્રદ્ધા વિગેરે ચિન્હોથી આ ધર્મધ્યાન જણાય છે અને તે દેવગતિનું કારણ છે. ૪. શુક્લધ્યાનઃ-આઠ પ્રકારના કમલને જે શુદ્ધ કરે તે. શુચ એટલે શેાકને દૂર કરે તે શુલધ્યાન. ૧. પૃથક્વ્રુવિતર્ક સવિચાર, ૨. એકત્વવિતર્ક અવિચાર, ૩. સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિ ૪. વ્યુપરતક્રિયા અનિવૃત્તિ–એમ ચાર પ્રકારે છે. આ ધ્યાન પૂર્વાંગત શ્રુતાનુસારે જુદા જુદા નય, મતા, એક દ્રવ્યની ઉત્પત્તિ, વ્યય, સ્થિતિ, ભાંગા, પર્યાચાનાં ચિંતનરૂપ શુક્લધ્યાન છે. સ્વસ્થતા એ સમાહ આદિથી આ ધ્યાન જણાય છે; અને મેક્ષ ફળ અપાવનાર છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy