SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ પ્રવચનસારોદ્ધાર અપ્રશસ્ત ગોને નિરોધ અને પ્રશસ્ત યોગોની ઉદ્દીરણ અને કાર્યમાં વિધિગમન તે યોગસંલીનતા કહી છે. સ્ત્રી, પશુ, નપુંસક વિગેરેથી રહિત બગીચા વિગેરે સ્થાનમાં જે રહેવું, તે વિવિક્ત શય્યાસનરૂપ સલીનતા જાણવી મહર્ષિઓએ કહ્યું છે કે, સ્ત્રી, પશુ, નપુંસક રહિત બગીચા, ઉદ્યાન વિગેરે સ્થાનમાં જે રહેવું, તે, તથા એષણીય ફલક વિગેરેને ગ્રહણ કરવા, તે વિવિક્ત શય્યાસનરૂપ સંલીનતા જાણવી. આ અનશન વિગેરે છ એ બાહ્યતપ કહેવાય છે. એ તપની બાહ્યતા બાહ્ય દ્રવ્યની અપેક્ષાથી છે. તથા પ્રાયઃ કરી શરીરના બાહ્ય ભાગને તપાવનાર હોવાથી લૌકિકે પણ તપરૂપે સ્વીકારે છે અને અન્ય દર્શનીઓ પણ સ્વૈચ્છિકપણે તારૂપે સેવતા હોવાથી બાહ્યતપ કહેવાય છે. અત્યંતરતપ ૧. પ્રાયશ્ચિત્ત-ચિત્ત એટલે જીવ, પ્રાયઃ એટલે બહુલતા. જીવને લગભગ નિર્મલ કરે તે પ્રાયશ્ચિત્ત. મૂળગુણ, ઉત્તરગુણ વિષયક અતિચારોથી ઉત્પન્ન થયેલ કર્મરૂપી મેલને સાફ કરનાર તે પ્રાયશ્ચિત્ત. તેના આલોચના વિગેરે દશ પ્રકાર છે. કહ્યું છે કે, આલેચના, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, કાત્સર્ગ, તપ, છેદ, મૂળ, અનવસ્થાપ્ય અને પારાંચિત-એ દશ પ્રકારે પ્રાયશ્ચિત્ત છે. (આ દશ પ્રાયશ્ચિત્તનું વર્ણન અઠ્ઠાણુમાં દ્વારમાં વિસ્તારથી કહેવાશે. ૨. વિનય -જેના વડે આઠે પ્રકારના કર્મો દૂર કરાય તે વિનય. તે જ્ઞાન, દર્શન વિગેરે ભેદોથી સાત પ્રકારે છે. તે આ પ્રમાણે-જ્ઞાન, દર્શન, ચારિત્ર, મન, વચન, કાય તથા ઉપચારવિનય. જ્ઞાનવિનય-મતિજ્ઞાન વિગેરેની સદુહણારૂપ પાંચ પ્રકારે છે. ભક્તિ, બહુમાન. જ્ઞાન વડે દષ્ટ પદાર્થોની સમ્યમ્ ભાવના, વિધિપૂર્વક ગ્રહણ તથા અભ્યાસને જિનેશ્વરીએ. જ્ઞાનવિનય કહે છે. દશનવિનય-શુશ્રષણ અને અનાશાતના રૂપે બે પ્રકારે છે. કહ્યું છે કે, શુશ્રષણ અને અનાશાતનારૂપ બે પ્રકારે દર્શનવિનય છે. દર્શનગુણમાં અધિક હોય તેને શુશ્રષણાવિનય કરાય છે. તે સત્કાર કર, ઉભા થવું, સન્માન કરવું, આસન આપવું, વંદન કરવું, બે હાથ જોડવા, આવે ત્યારે સામે જવું, જાય ત્યારે પાછા મૂકવા. જવું, ઉભા રહે ત્યારે પર્યું પાસના કરવી. આ દર્શનવિનય છે.
SR No.022022
Book TitlePravachan Saroddhar Part 01
Original Sutra AuthorN/A
AuthorAmityashsuri, Vajrasenvijay
PublisherShiv Jain Shwe Mu. Pu. Jain Sangh
Publication Year1992
Total Pages444
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy